GSTV

કોમનવેલ્થ ગેમ્સમાં સુરતીએ માર્યું મેદાન,પરિવારજનોમાં ઉજવણીનો માહોલ

Last Updated on April 9, 2018 by

હાલમાં ગોલ્ડકોસ્ટમાં કોમન વેલ્થ ગેમ્સ ચાલી રહી છે. ભારતે હાલ 19 મેડલ મેળવ્યા છે. જેમાં 10 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનીસમાં મહિલાઓએ ગોલ્ડ મેડલપ્રાપ્ત કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ ટેબલ ટેનીસમાં સુરતના હરમીત દેસાઈ અને તેની ટીમે ડબલ્સની મેચ જીતી ગોલ્ડમેડલ હાંસિલ કર્યો હતો. હરમીત અને તેની ટીમે ગોલ્ડમેડલ પ્રાપ્ત કરતા સુરતમાં હરમીતનાં ઘરે પરિવારજનોમાં ઉજવણી કરી મીઠાઈ વહેંચી હતી. ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સમાં હરમીત અને તેની ટીમે નાઈઝીરીયા સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 3-0થી ફાઈનલ મેચ જીતી નિશાન સાધ્યું હતું. હરમીતને  ગોલ્ડ મેડલ મળતા ઘરમાં ચીચીયારીઓથી  સૌ કોઈ ઝુમી ઉઠ્યાં હતાં.ભારતે ટેબલ ટેનિસમાં 12 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીત્યો છે. આ અગાઉ 2006માં ભારતીય ટીમે જીત મેળવી હતી.

નોંધનીય છે કે, હરમીત 6 વર્ષની ઉંમરથી જ ટેબલ ટેનીસ રમતો હતો. અને તેની જીદ હતી કે, ટેબલ ટેનીસમાં વિશ્વકક્ષાએ નામના મેળવવી. હરમીતે અત્યાર સુધીમાં 150થી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે.

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમિત દેસાઇએ ગોલ્ડ મેડલ જીતી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો ડંકો વગાડ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં મેન્સ ટીમ ઇવેન્ટમાં ભવ્ય પ્રદર્શન કરી હરમિત દેસાઇ ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો અને આખરે ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો છે. હરમિતના શાનદાર પ્રદર્શને ભારતને ટુર્નામેન્ટમાં કુલ 9મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હરમિત દેસાઇએ ગોલ્ડ જીતતા જ પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. સુરતના ડુમસ રોડ વિસ્તારમાં રહેતા તેમના માતા-પિતાએ હરમિતની આ અનન્ય સિદ્ધિ બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

હરમિત દેસાઇએ ફક્ત 5 વર્ષની ઉંમરથી જ ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. નાની ઉંમરથી જ ખૂબ ઉત્સાહી અને મહેનતું રહેલા હરમિતે જોતજોતામાં ટેબલ ટેનિસમાં એવી મહારત હાંસલ કરી કે દેશ-વિદેશમાં રમાતી અનેક ઇવેન્ટમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરમિત અનેક  મેડલ પ્રાપ્ત કરી ચૂક્યો છે.

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!