GSTV

પેટમાં દુખતુ હતું ! તો છગ્ગાવાળી કરી હરમનપ્રિતે ન્યૂઝિલેન્ડને ધોળા દિવસે તારા દેખાડી દીધા

Last Updated on November 11, 2018 by Mayur

ગુજરાતીમાં કહેવત છે ભાઇડા છાપ બાઇ…. અને આ વાંચ્યા પછી તમે તે સ્વીકારી પણ લેશો…  જ્યારે ખેલાડીને પેટમાં દુખતું હોય તો તે મેચમાં જ ન ઉતરે. ભારતીય પુરૂષ ટીમમાં તો આવું વારંવાર જોવા મળે છે, પણ મહિલા સાથે આવું થાય તો ? પણ આ મહિલા તેનો ઉકેલ કાઢે અને મેદાન પર રન દોડવાની જગ્યાએ ચોગ્ગા છગ્ગા ફટકારી મેચને પોતાના પક્ષમાં લઇ લે તો. આવું જ કંઇક થયું ટી-ટ્વેન્ટીન વર્લ્ડ કપમાં. જ્યારે હરમનપ્રિત કૌરે ન્યૂઝિલેન્ડ ટીમની ધૂળ કાઢી નાખી.

ભારતીય ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી હરમનપ્રિત કૌરે 51 બોલમાં 103 ધુંઆધાર રન બનાવ્યા. જે મેચમાં ભારતે 34 રને જીત મેળવી. હરમનપ્રીતે પોતાની ઇનિંગ દરમિયાન સાત ચોગ્ગા અને આઠ છગ્ગા લગાવ્યા. પણ આખા મેચ દરમિયાન તે પેટ દર્દથી પરેશાન રહી. પેટમાં દુખતું હતું એટલે હરમનપ્રિતે તેનો ઇલાજ શોધતા લાંબા છગ્ગાચોગ્ગા લગાવી ન્યૂઝિલેન્ડમાં દિવાળી રમી નાખી.

મેચ પૂરો થતા હરમનપ્રિતે જણાવ્યું કે, તેને પેટમાં દુખતું હતું આ કારણે જ છગ્ગા અને ચોગ્ગા લગાવવા પડ્યા. બીજુ કોઇ કારણ નહોતું.

પેટની માંસપેશીઓ જ્યારે ખેંચાઇ જાય ત્યારે મોટાભાગના ક્રિકેટરો ડ્રેસિંગ રૂમમાં પરત ફરવાનું મન બનાવી લે છે, પણ હરમનપ્રીતે એવું ન કર્યું. દોડીને રન લેવાના કારણે તેનું પેટદર્દ વધી ગયું. એટલે ઇલાજના રૂપે તેણે આઠ છગ્ગા અને સાત ચોગ્ગા ફટકારી સેન્ચુરી મારી દીધી.

મેચ બાદ ભારતીય ટીમની આ સ્ટાર કેપ્ટન અને ખેલાડીએ એ પણ કહ્યું કે,ગુરૂવારે મારી પીઠમાં દુખતું હતું. શુક્રવારે મને સારું લાગી રહ્યું હતું. મેદાન પર આવી તો થોડી અનકન્ફર્ટેબલ ફિલ કરી રહી હતી. શરીરમાં થોડી જકડન પણ હતી. શરૂઆતમાં બે બે રન લીધા પણ પેટમાં દર્દ વધવા લાગ્યું હતું.

આવી સ્થિતિમાં હરમનપ્રિતે વિચાર્યું કે દોડીને રન લેવાની જગ્યાએ ચોગ્ગા છગ્ગાની આતીશબાજી કરવી જોઇએ. જોકે દિવાળી પૂર્ણ થઇ ગઇ હતી, પણ ભારતની આ ખેલાડી માટે દિવાળી હવે સ્ટાર્ટ થવાની હતી. આ સમયે હરમનપ્રિતે પોતાની સાથી ખેલાડી જેમિમાને કહ્યું કે, હું સ્ટ્રાઇક રાખીશ તો લાંબા શોટ રમી શકીશ અને મેદાનમાં મચ્યુ રનોનું રમખાણ.

આ સિવાય હરમનપ્રિતને ખ્યાલ હતો કે વિરોધી ટીમ પાસે સારા બેટ્સમેન છે. એટલે 150 પ્લસનો ટાર્ગેટ બનાવવાનો હતો. પરિણામે હરમનપ્રિતે મેદાનમાં દિવાળી ઉજવી લેવાનું મન બનાવી લીધું. અને ન્યૂઝિલેન્ડની ટીમમાં સ્ટાર ખેલાડીઓ હોવા છતા ટીમની કમરભાંગી નાખી.

READ ALSO 

Related posts

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!