GSTV

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટને કર્યુ એવું કામ કે ચારેકોર થઇ રહી છે વાહવાહી

Last Updated on November 13, 2018 by Bansari

ભારતીય મહિલા ટી-20ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર હાલ પોતાના દમદાર પ્રદર્શન ઉપરાંત પોતાની માનવતાના કારણે પણ ચર્ચામાં છે. વેસ્ટ ઇન્ડીઝમાં રમાઈ રહેલા ICC ટી-20 મહિલા વર્લ્ડકપમાં  ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર હાલ પોતાના શાનદારફોર્મમાં છે. હરમનપ્રીતે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં જ સદી ફટકારી હતી અનેટીમને વિજય અપાવ્યો હતો. આ ઐતિહાસિક સદી સાથે જ હરમનપ્રીતનીસ્ટાઈલની તુલના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ સાથે થઇ રહી છે.

બીજી બાજુ ન્યુઝીલેન્ડ સામેની મેચ બાદભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે હતો. આ મેચ પહેલા પણ હરમનપ્રીતે એવું કઈ ખાસ કર્યું છે કે તે હાલ ચર્ચામાં છે અને તેનીએ તમામ લોકોના દિલ જીત્યા છે.

હકીકતમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની શરૂઆત બંને દેશોના રાષ્ટ્રગીત સાથે થઇ હતી. જો કે આ દરમિયાન ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર સામે ઉભેલી એક બાળકી (મૈસ્કોટ) બીમાર હોવાના કારણે પડી ગઈ હતી.

ભારતનું રાષ્ટ્રગીત સમાપ્ત થયા બાદ હરમનપ્રીતે આ બીમાર બાળકીને પોતાની ગોદમાં ઉઠાવી હતી અને અન્ય ઉપસ્થિત સ્ટાફને આપી હતી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ICC મહિલા ટી-૨૦ વર્લ્ડકપના ગ્રુપ Bના મુકાબલામાં પૂર્વ ભારતીય કેપ્ટનમિતાલી રાજની શાનદાર ફિફ્ટીના સહારે ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને ૭ વિકેટેહરાવ્યું હતું અને આ વર્લ્ડકપમાં પોતાની બીજી જીત હાંસલ કરી છે.

Read Also

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!