GSTV

ICC મહિલા રેન્કિંગમાં હરમનપ્રીત કૌર ટૉપ-10માં પહોંચી

Last Updated on July 26, 2017 by

આક્રમક ઇનિંગ્સની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મહિલા વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં પહોંચાડનાર બેટસમેન હરમનપ્રીત કૌરે આઇસીસી બેટસમેનોની રેન્કિંગમાં ટૉપ-10માં જગ્યા બનાવી છે. જ્યારે બોલિંગમાં ભારતની ઝડપી બોલર ઝૂલન ગોસ્વામીએ ચાર સ્થાનની છલાંગ લગાવી છે. તો વળી, વેદા કૃષ્ણમૂર્તિને અને પૂનમ રાઉતને પણ ફાયદો થયો છે.

મહિલા વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 115 બોલમાં અણનમ 171 રનની ઇનિંગ્સ રમનાર હરમનપ્રીત કૌરે સાત સ્થાનની છલાંગ સાથે છઠ્ઠા સ્થાને આવી ગઇ છે. ટૉપ-10માં ભારતની બીજી બેટસમેન કપ્તાન મિતાલી રાજ પણ બીજા નંબર પર છે. કૌર ઉપરાંત પૂનમ રાઉત પણ પાંચ સ્થાનના ફાયદા સાથે 14મા સ્થાન પર આવી ગઇ છે.

વેદા કૃષ્ણમૂર્તિને સાત સ્થાનનો ફાયદો થયો છે. હવે તે પોતાની કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 26મા સ્થાન પર આવી ગઇ છે. પહેલા નંબર પર ઓસ્ટ્રેલિયાની કપ્તાન મેગ લેનિંગ છે. બોલિંગમાં પણ ઝૂલન ગોસ્વામીએ ચાર સ્થાનના ફાયદા સાથે બીજુ સ્થાન હાંસલ કર્યું છે. ઝૂલન સાથે નવા બોલથી શરૂઆત કરનાર શિખા પાંડે પણ એક સ્થાનની છલાંગ લગાવતા 12મા સ્થાન પર આવી ગઇ છે.

ઉપરાંત લેગ સ્પિનર પૂનમ પણ છ સ્થાનના ફાયદા સાથે 28મા સ્થાન પર પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, બોલિંગમાં પ્રથમ સ્થાને દક્ષિમ આફ્રિકાની મારિજાને કૈપ છે.

Related posts

સુપર ફેન / ‘મારી પત્ની મને CSKની જર્સી નથી પહેરવા દેતી’, સ્ટેડિયમમાં પ્લેકાર્ડ લઇને પહોંચ્યો દર્શક

Zainul Ansari

BIG BREAKING: ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું થયું નિધન, ખેલાડીએ ટ્વિટર પર આપી જાણકારી

pratik shah

IPL 2021 / દિલ્હી જીત સાથે ટોપ પર: રાજસ્થાનને 33 રન હરાવ્યું, રોયલ્સને સંજુ સેમસનની ફિફ્ટી કામ ન આવી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!