GSTV

Harley Davidson ખરીદવું હોય તો આ છે યોગ્ય સમય, કંપની આપી રહી છે 1 લાખનું ડિસ્કાઉન્ટ

જો તમે પણ એક લક્ઝરી બાઈક ખરીદવા માંગો છો તો અમેરિકી દિગ્ગજ બાઈક નિર્માતા કંપની હાર્લે ડોવિડસનની બાઈક સ્ટ્રીટ 750 ખરીદવાનો યોગ્ય સમય છે. સ્ટ્રીટ 750 ભારતની લક્ઝરી બાઈક્સમાંથી એક છે. ભારતમાં યુવાનોના વધતા ક્રેઝને જોઈને કંપની આ વર્ષના અંતમાં આ બાઈક પર આકર્ષક આફર આપી રહી છે. કંપની હાર્લે સ્ટ્રીટ 750 પર 81 હજાર રૂપિયા અને હાર્લે સ્ટ્રીટ રોડ પર 1 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જે ફક્ત 15 ડિસેમ્બર સુધી માન્ય રહેશે.

જોકે હાર્લે ડેવિડસન સ્ટ્રીટ 750ની કિંમત માર્કેટમાં 5.31 લાખ રૂપિયા છે અને ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 4.50 લાખ રૂપિયા થઈ ગઈ છે. હાર્લે ડેવિડસન સ્ટ્રીટ રોડની કિંમતની વાત કરવામાં આવે તો તે 6.51 લાખ રૂપિયા છે અને ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 5.50 લાખ રૂપિયા થઈ ગઈ છે.

હાર્લેએ પણ ઈલેક્ટ્રિક બાઈકના સેગમેન્ટમાં એન્ટ્રી કરતા પોતાની બાઈકને EICMA મોટરસાઈકલ શોમાં રજૂ કરી. આ બાઈકને હાર્લે ડેવિડસન લાઈવવાયર નામ આપવામાં આવ્યું. આ ઈલેક્ટ્રિક બાઈકમાં શું છે ખાસ આવો જાણીએ.

  • લાઈવવાયર નામની આ બાઈક ક્લચ અને ગેર શિફ્ટરથી વંચિત છે.
  • આ બાઈકમાં લેવલ 1 નો ચાર્જર આપવામાં આવ્યું છે જેની મદદથી તેને ચાર્જ કરી શકાય છે.
  • જો તમારે બાઈકનું ફાસ્ટ ચાર્જિંગ કરવું છે તો તેના માટે તેમાં લેવલ 2 અને 3 DC ચાર્જર્સ પણ આપવામાં આવ્યા છે.
  • બાઈકમાં ટચસ્ક્રીન TFT ડિસ્પ્લે આપવામાં આવી છે જે રાઈડરને ડ્રાઈવ સાથે જોડાયેલી સ્પીડ વગેરેની માહિતી આપે છે.
  • હાર્લેની આ બાઈકમાં કારની જેમ બ્લુટૂથ કનેક્ટિવિટી, નેવિગેશન, મ્યુઝિક વગેરે જેવા વિકલ્ય પણ છે.

Read Also

Related posts

2020માં સિલ્વર સ્ક્રિન પર રાજ કરશે અક્ષય કુમાર , બોલીવુડના ખેલાડી પર ખેલાયો રૂપિયા 500 કરોડનો જુગાર

Bansari

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!