GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોરોનામાં પણ રાજકારણ : હરિયાણા અને પંજાબ સરકાર ન સુધરી, બિમારીમાં પણ ચમકાવી રહી છે ચહેરો

કોરોના સંક્રમણના ખતરાથી બચવા માટે હરિયાણાની ભાજપ સરકાર અને પંજાબની કોંગ્રેસ સરકારે પોતપોતાના રાજ્યોમાં જનતાને સેનિટાઈઝરની બોટલ આપી રહી છે. જો કે આ સેનિટાઈઝરની બોટલમાં મુખ્યમંત્રીઓના ફોટા લગાડવામાં આવ્યાં છે. ત્યારે આ ફોટાને લઈને વિપક્ષે સવાલો ઊભા કર્યા છે. હરિયાણામાં સેનિટાઈઝરની બોટલ પર મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની તસવીર લગાડવામાં આવી છે.

કેપ્ટન અમરિંદર સિંહની ફોટો લગાડવામાં આવ્યો

તો પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની ફોટો લગાડવામાં આવ્યો છે. અકાલી નેતા ડો. દલજીત ચીમાએ કહ્યું કે તેમનો પૂરો પ્રયાસ હતો કે દેશમાં હાલ જોવા મળી રહેલા મુશ્કેલીના સમયમાં તેઓ કોઈ રાજકીય મુદ્દાની ચર્ચા નહીં કરે, પરંતુ જે રીતે કેપ્ટન અમરિંદર સિંહની સરકાર ગરીબોને આપવામાં આવતા લોટની બોરી અને સેનિટાઈઝરની બોટલ પર મુખ્યમંત્રીની તસવીર લગાડી છે તેને જોઈને અફસોસ થાય છે. અકાલી દળના નેતાએ કહ્યું કે આવા સમયમાં પણ સરકાર પોતાના પ્રચારમાં લાગેલી જોવા મળે છે.

સીએમ અને ડેપ્યુટી સીએમનો ફોટો

તો હરિયાણામાં સેનિટાઈઝરની બોટલ પર સીએમ મનોહરલાલ ખટ્ટર અને ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાની તસવીર જોવા મળે છે. ત્યારે આ અંગે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ દીપેન્દરસિંહ હુડ્ડાએ કહ્યું કે તે વાત દુર્ભાગ્યપૂર્ણ છે કે આવી ત્રાસદી સમયે રાહત કોષમાંથી જે સેનિટાઈઝર જેવી જરૂરી વસ્તુઓ ખરીદવામાં આવે છે તેના પર હરિયાણા સરકાર દ્વારા સીએમ અને ડેપ્યુટી સીએમનો ફોટો લગાવીને પ્રચાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બીમારી સમયે પોતાના ચહેરાને ચમકાવવામાં આવે છે

દીપેન્દ્ર હુડ્ડાએ ટ્વીટ કરી લખ્યું કે, ભાજપ-જેજેપીને લાગી રહ્યું છે કે દેશમાં બીમારી નહીં, તેમની ચૂંટણી રેલી ચાલી રહી છે. બીમારી સમયે પોતાના ચહેરાને ચમકાવવામાં આવે છે જે રાજનીતિનો ક્રુર ચહેરો છે. સેનિટાઈઝર બાદ શું માસ્ક પર પણ નેતાઓના ફોટાઓ ચોંટાડવામાં આવશે. આ બોટલ વર્ષો સુધી ભાજપ અને જેજેપીની સંવેદનહીનતાની યાદ અપાવશે, આ સમય રાજનીતિનો નહીં સેવાનો છે. ત્યારે આ અંગે મનોહરલાલ ખટ્ટરે વિપક્ષને જવાબ આપવાનું ટાળ્યું છે પણ ટ્વીટ કરી લખ્યું કે, આ મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે પરંતુ હાલ સમય ખોટી ચર્ચાનો નહીં કામ કરવાનો છે.

READ ALSO

Related posts

અમદાવાદ: પ્રિમોન્સુનની કામગીરી થઈના હોવાથી, મચ્છરજન્ય રોગાચાળો ઉપદ્રવ વધવાની ભીતિ

pratik shah

આરોપી કોરોના પોઝિટિવ નીકળતા પોલીસ દોડતી થઇ, PSI સહિત 12 ક્વોરન્ટાઇન

Bansari

વડોદરામાં વાવાઝોડાની અસર: ભારે પવન સાથે વરસાદની શક્યતા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!