GSTV
Home » News » જાણો ગુરુગ્રામ રેયાન ઈન્ટરનેશનલ સ્કુલના પ્રદ્યુમ્ન હત્યા કેસમાં આવેલ નવો વળાંક

જાણો ગુરુગ્રામ રેયાન ઈન્ટરનેશનલ સ્કુલના પ્રદ્યુમ્ન હત્યા કેસમાં આવેલ નવો વળાંક

હરિયાણાના ગુરુગ્રામના રેયાન ઈન્ટરનેશનલ સ્કુલમાં પ્રદ્યુમ્નની હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલાની તપાસ કરતી સીબીઆઈએ શાળાના 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે.

અટકાયત કરાયેલા વિદ્યાર્થીના પિતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમના દિકરાને ફસાવવામાં આવ્યો છે. આ કેસમાં બસ કન્ડકટર અશોક કુમારની અગાઉ જ ધરપકડ થઈ ચુકી છે.

આ કેસમાં સીબીઆઈએ બસ કંડકટરની સાથે શાળાના માળી, શિક્ષક, શાળાના અન્ય સ્ટાફ અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા કેટલાય લોકોની પૂછપરછ કરી છે. સીબીઆઈ બસ કંડકટર અને માળીની સાથે રાખીને રેયાન ઈન્ટરનેશનલ સ્કુલમાં જઈને ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો હતો.

જે ટોયલેટમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, ત્યાં પણ તપાસ કરવામાં આવી. પ્રદ્યુમ્ન હત્યા કેસમાં હરિયાણા સરકારની ત્રણ સભ્યોની ટીમે પોતાનો રિપોર્ટ ગુડગાંવ પોલીસને સોંપ્યો છે. જેમાં શાળાની ખામીઓ દર્શાવવામાં આવી છે.

આઠ સપ્ટેમ્બરે ગુરુગ્રામ ખાતે રેયાન ઈન્ટરનેશલ સ્કુલના પરિસરમાં સાત વર્ષના પ્રદ્યુમ્નનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના બીજા દિવસે આ મામલે પોલીસે આરોપી બસ કંડકટરને ઝડપી પાડ્યો હતો.

Related posts

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah

કર્ણાટક સંકટ: યેદિયુરપ્પા ફ્લોર ટેસ્ટ પર અડગ, ભુખ્યા રહેશુ પણ આજે જ કરાવો વોટિંગ

Kaushik Bavishi

રાજ્યસભામાં સાંસદોએ કર્યુ આવુ વર્તન કે ઉપસભાપતિ થયા નારાજ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!