GSTV

રાહુલ ગાંધી વડાપ્રધાન બને કે ના બને પરંતુ હરીશ રાવતનો સ્પષ્ટ સંકેત 2022ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત 2024 રિટાયર થવા જઈ રહ્યા નથી કેમ કે તેમનું લક્ષ્ય રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાનું છે. રાહુલ ગાંધી વડાપ્રધાન બને કે ના બને, પરંતુ હરીશ રાવતે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે. આ કારણ છે કે હરીશ રાવતના નિવેદન પર ભાજપને વિશ્વાસ નથી.

અધ્યક્ષ બંશીધર ભગતે નિશાન સાધ્યું

રાહુલ ગાંધી 2024માં વડાપ્રધાન બન્યા બાદ રાજકારણમાંથી સંન્યાસ લેનારા પૂર્વ સીએમ હરીશ રાવતના નિવેદન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ બંશીધર ભગતે નિશાન સાધ્યું છે. ભગતનું કહેવું છે કે હરીશ રાવતે ઈશારામાં પોતાની કોંગ્રેસી પ્રતિદ્વંદીને જણાવી દીધુ છે કે તેઓ રાજનીતિમાંથી સંન્યાસ લેવાના નથી. ભગતનું કહેવુ છે કે હરીશ રાવત જાણે છે કે રાહુલ ગાંધી ક્યારેય વડાપ્રધાન બનશે નહીં.

કાબિલ મંત્રીને હુ સાથી બનાવી શક્યો નહીં

નેતા વિપક્ષ ઈન્દિરા હૃદયેશનું કહેવુ છે કે હરીશ રાવત રાષ્ટ્રીય નેતા છે અને તેમના નિવેદન પર તેઓ કંઈ કહેવા ઈચ્છતા નથી. ત્યાં સોશ્યલ મીડિયામાં હરીશ રાવતે મંત્રી સુબોધ ઉનિયાલ પર પણ કમેન્ટ કરી, જે વારંવાર હરીશ રાવતને સંન્યાસની સલાહ આપી રહ્યા છે. હરીશ રાવતે કહ્યુ કે કાબિલ મંત્રીને સાથી બનાવી શક્યો નહીં.

પૂર્વ સીએમ હરીશ રાવતની ઉંમર 70 પાર થઈ ચૂકી છે

જાણકારી અનુસાર સુબોધ ઉનિયાલનું કહેવુ છે કે હરીશ રાવત, સીનિયર અને સમજુ નેતા છે પરંતુ હવે તેમણે ભજન કરવા જોઈએ. પૂર્વ સીએમ હરીશ રાવતની ઉંમર 70 પાર થઈ ચૂકી છે. એવામાં હરીશ રાવતનો ખુરશીનો મોહ છૂટતો જોવા મળી રહ્યો નથી અને સત્ય એ છે કે 2024માં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવ્યા પહેલાં હરીશ રાવતને 2022માં સત્તાની લડાઈ લડવાની છે જે વર્તમાન પરિસ્થિતિને જોતા સરળ નથી.

READ ALSO

Related posts

કોરોના વોરિયર્સને જ અન્યાય, કોરોનાકાળમાં સતત કામ કરનાર કોરોના વોરિયર્સ પગારથી વંચિત !

pratik shah

RBIની બેંકોને લઇ ગંભીર ચેતવણી : ફસાયેલ દેવાનું લેવલ 14.8% સુધી જઈ શકે છે

Mansi Patel

ભરૂચ/ જિલ્લા કોંગ્રેસ સમિતિની શિબિરમાં કોવિડના નિયમોના ઉડ્યા ધજાગરા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!