GSTV
Gujarat Government Advertisement

અમરેલી જિલ્લાના આ ગામને હરિયાળુ બનાવવા લોકોએ કર્યું અનોખુ આયોજન

Last Updated on July 7, 2019 by

અમરેલી જિલ્લાના નાનકડા ગામ હરીપરને હરિયાળુ બનાવવા ગામ લોકોએ “મહાવૃક્ષા રોપણ” અભિયાનનો ગઇકાલે પ્રારંભ કર્યો હતો. ગામની મહિલાઓએ “ચિપકો આંદોલન”ની થીમ પર વૃક્ષની ફરતી સાંકળ કરીને ગામમાં નવા વૃક્ષો વાવવા લોકોને રેલી કાઢી પ્રેરિત કર્યા હતા. સાથે-સાથે વૃક્ષ વાવો અને વૃક્ષોથી થતા ફાયદાઓ અંગે લોકોને જાગૃત કરવા પણ કર્યા હતા. ગામમાંથી 15 થી 17 લાખની ફાળો ઉઘરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

ગામની તમામ ખાલી પડેલી જગ્યાઓ પર ટ્રી ગાર્ડ સાથે વૃક્ષો વાવીને તેનું જતન કરી આ ગામને સુંદર અને હરિયાળું બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ મહાઅભિયાનમાં સહયોગ આપનારા દાતાઓનો પણ શાલ અને ફૂલોનો ગુલદસ્તો આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને લોકોને પર્યાવરણ અને વૃક્ષો વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઝટકો/ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર અસમના કદાવર નેતાએ કહ્યું જ્યાં સુધી રાહુલ ગાંધી છે ત્યાં સુધી કોંગ્રેસ નહીં આગળ વધે

Vishvesh Dave

ચીન ભરાયું/ ટોપના અધિકારી દીકરી સાથે ભાગીને અમેરિકા પહોંચ્યા, વુહાન લેબના વટાણા વેરી દેતાં યુએસ આક્રમક

Harshad Patel

બરોડા: સોશિયલ મીડિયા પર ઓળખ છુપાવી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, લવ જેહાદ હેઠળ નોંધાઈ પોલીસ ફરિયાદ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!