ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતના મર્સિડીઝ કારનો દિલ્હીથી રૂડકી આવતા સમયે મોટા અકસ્માત થયો. રૂડકીના નારસન બોર્ડર પર હમ્મદપુર ઝાલ નજીક તેની કારને અકસ્માત નડ્યો અને તેમાં આગ લાગી ગઈ હતી. કારમાં ઋષભ એકલો હતો, તે ખૂદ કાર ચલાવી રહ્યો હતો, જે સ્થળ પર ક્રિકેટર ઋષભની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ છે, તે બ્લેકસ્પાટ છે.

ઋષભ પંતને કપાળ અને પગમાં ગંભીર ઈજા થઈ છે અને તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. પરંતુ અકસ્માત દરમિયાન પહોંચેલા કેટલાક યુવકોએ ઋષભની મદદ કરી ન હતી અને તેની બેગમાંથી પૈસા લઈને ભાગી ગયા હતા.
ઋષભની કાર માટીના વિશાળ ઢગલા સાથે અથડાઈ હતી
નારસન બોર્ડર પર જ્યાં આ અકસ્માત થયો હતો. ત્યાં માટીનો ઢગલો હતો. ઋષભની કાર આ ઢગલાની લપેટમાં આવી ગઈ અને બેકાબૂ થવાને કારણે અકસ્માતનો ભોગ બન્યો. પ્રત્યક્ષદર્શી કુશલ વીરે જણાવ્યું કે જ્યારે ઋષભ પંત દિલ્હીથી રૂરકી તરફ આવી રહ્યો હતો ત્યારે અચાનક તેની કાર માટીના ઢગલા સાથે અથડાઈ હતી.

આ પછી કાર બેકાબૂ બની ગઈ હતી અને રેલિંગના થાંભલા તોડીને કાર લગભગ 200 મીટર સુધી ઘસતી આગળ વધી હતી. આ દરમિયાન કાર ઘણી વખત પલટી ગઈ અને કારમાં આગ લાગી ગઈ.
કેટલાક યુવકો ઋષભની બેગમાંથી પૈસા લઈને ભાગી ગયા હતા
ઋષભ પંતે પોતે કારનો દરવાજો ખોલીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈજાને કારણે તે તેમ કરી શક્યો નહોતો. તેની પાસે બેગ પણ હતી. તે જ સમયે અકસ્માતના સ્થળે પહોંચેલા કેટલાક યુવકોએ ઋષભની મદદ ન કરી અને તેની બેગમાંથી પૈસા લઈને ત્યાંથી ભાગી ગયા. તેણે જ પોલીસને જાણ કરી અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી.
READ ALSO
- રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર
- વિશ્વાસઘાત! અમદાવાદના બુલિયન વેપારીના કર્મચારીએ કરી છેતરપિંડી, 13 કરોડ 50 લાખનું સોનું લઈને અન્ય સાથીદારો સાથે થયો ફરાર
- રામ નવમી 2023: ભગવાન રામનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું, વાંચો તેમના સ્વર્ગમાં જવાનું રહસ્ય
- શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…
- લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ