GSTV
Home » News » મેવાણીના ઘરે પહોંચેલા હાર્દિકે કહ્યું 10 ટકા લોલીપોપ, તો પ્રવીણ રામની છે આવી માગણી

મેવાણીના ઘરે પહોંચેલા હાર્દિકે કહ્યું 10 ટકા લોલીપોપ, તો પ્રવીણ રામની છે આવી માગણી

પાસના કન્વીનર હાર્દિક પટેલે અમદાવાદના મેઘાણીનગરમાં ઉતરાયણની ઉજવણી કરી. હાર્દિક પટેલ સાથે અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાસના કન્વીનરોએ પણ પતંગ ચગાવી હતી. હાર્દિક અને જિગ્નેશે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. હાર્દિકે જણાવ્યું હતું કે, મોદી સરકારે સવર્ણોને 10 ટકા અનામતની લોલીપોપ આપી છે. ચૂંટણીમાં ભાજપની પતંગ કપાવાની છે.

રાજ્ય સરકાર દ્વારા સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આંદોલનકારી પ્રવીણ રામે ગુજરાત સરકારના નિર્ણય મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. પ્રવીણ રામે જણાવ્યું હતું કે સરકારે સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાતનો અમલ કર્યો છે તેને અમે આવકારીએ છીએ. પરંતુ જો સરકાર સવર્ણોને 10 ટકા અનામત આપી શકતી હોય તો દેશ અને રાષ્ટ્રહિત માટે આહીર રેજીમેન્ટ કેમ ન આપી શકાય.

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar