GSTV
Home » News » રાજદ્રોહ ગુનામાં આરોપી હાર્દિક પટેલ ચૂંટણી લડી શકે? જાણો ગુજરાત હાઇકોર્ટે શું કહ્યું

રાજદ્રોહ ગુનામાં આરોપી હાર્દિક પટેલ ચૂંટણી લડી શકે? જાણો ગુજરાત હાઇકોર્ટે શું કહ્યું

Hardik Patel

પાટીદાર નેતા હાર્દિક પટેલ જામનગર સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે તેવી અગાઉ જાહેરાત કરી હતી. જો કે પાટીદાર આંદોલન દરમિયાન અનેક કોર્ટ કેસ હાર્દિક પર કરવાયા હતાં. જો કે આ સિવાય મુખ્યત્વ રાજદ્રોહનો કેસ પણ કરાયો હતો. જો કે આગામી લોકસભા ચૂંટણી હાર્દિક પટેલ લડશે કે કેમ તે મામલે સમગ્ર દારોમદાર કોર્ટ પર રહેલો છે.

આ મામલે હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં લોકસભા ચૂંટણી લડવા વિસનગર કોર્ટે આપેલી સજા સ્ટે મોકૂફી માટે કરેલી અરજી પર કાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ એ.જી.ઉરેજીની કોર્ટમાં હાર્દિકના વકીલે રજુઆત કરી કે વિસનગરના કેસમાં બનાવ સ્થળે હાર્દિકને કોઈએ નજરે જોયો નથી. કોઈ સાક્ષીએ કહ્યું નથી કે હાર્દિક બનાવ સ્થળે હાજર હતો.

IPC એકટ પ્રમાણે હાર્દિકને સજા કરવામાં આવી છે પણ એ અંગે વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી. આ કેસમાં હાર્દિક નિર્દોષ છૂટી શકવા પાત્ર છે. જો આ સજા સ્ટે ન કરવામાં આવે તો RP એકટ પ્રમાણે ચૂંટણી લડી શકાય. મહત્વનું છે કે આ કેસમાં ગઈકાલે સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું હતુ.

જ્યારે કે  સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે હાર્દિક પટેલ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરે તો અમને કોઈ તકલીફ નથી. હાર્દિક પોલિટીકલ પાર્ટી સાથે જોડાયો તે અંગે સરકારને કોઈ વાંધો નથી. આજકાલ લોકો લોયલ્ટી બદલી રહ્યા છે તે બધાને ખબર છે. હાર્દિકે ઘણા આંદોલન કર્યા છે અને કોર્ટમાં આપેલી બાંહેધરીનું પણ પાલન થયું નથી. હાર્દિકને કાયદાનો ડર નથી. હાર્દિકની સામે રાજદ્રોહ સહીત 30 કેસો નોંધાયેલા છે. તેનો ભૂતકાળ ગુનાહિત ઈતિહાસથી ભરેલો છે. હાર્દિક જ્યારે બોલે છે ત્યારે લોકોને ભડકાવે છે, એટલે હાર્દિકને પરવાનગી ન મળવી જોઈએ. જો કે આ મામલે આવતી કાલે વધુ સુનાવણી હાથ ધરાશે.

READ ALSO 

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!