અમદાવાદના સાણંદમાં સ્થાનિક કોંગી આગેવાનોએ પશુપાલકોને સાથે રાખીને ધરણા કર્યા. દૂધના ફેટમાં કિલો દીઠ 20થી 40 રૂપિયા ઘટાડી દેવામાં કોંગ્રેસે રેલી યોજીને સરકાર સામે રોષ ઠાલવ્યો. પશુપાલન મુદ્દે મહેસાણામાં પણ દૂધ સાગર ડેરી સામે કોંગ્રેસ દ્વારા ધરણા યોજાયા. જોકે કોંગ્રેસના આ કાર્યક્રમમાં ઊંઝા અને બહુચરાજીના ધારાસભ્ય સુચક ગેરહાજરી ચર્ચાનું કેન્દ્ર બની.
તો બીજી બાજુ બનાસકાંઠામાં યુથ કોંગ્રેસે સાંસદ કેન્દ્રીય રાજ્ય પ્રધાન હરિભાઈ ચૌધરીના રાજીનામાની માગ સાથે દેખાવ કર્યા. હરિભાઈ ચૌધરીએ પીએનબી કૌભાંડમાં કથિત બે કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે યુથ કોંગ્રેસે હરિભાઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને દેખાવ કર્યો. અને તેમના રાજીનામાની માગ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.