GSTV
Ahmedabad Trending ગુજરાત

હરેન પંડ્યા હત્યા કેસના આરોપીઓને સુપ્રીમે આજીવન કેદની સજા ફટકારી

ગુજરાત સરકારના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યા હત્યા કેસના આઠેય આરોપીઓએ શરણાગતિ સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. અને આજે આઠેય આરોપીઓએ અમદાવાદમાં સ્પેશિયલ કોર્ટમાં હાજર થયા હતા. હત્યા કેસના આરોપી પરવેઝ શેખ, રેહાન પૂંઠાવાલા, યુનિસ સરેશ વાલા, અનાસ માચીસવાલા, રિયાઝ ઉર્ફે ગોરું રસેસવાલ, ક્લિમ કરેમી અને હાજી ફારુખ શેખ છે.

26મી માર્ચ 2003ના દિવસે હરેન પંડ્યા અમદાવાદના લૉ ગાર્ડન ખાતે મૉર્નિંગ વોક કરવા માટે ગયા હતા. તે સમયે કથિત રીતે બે હત્યારાઓ દ્વારા પાંચ ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. લગભગ બે કલાક સુધી તેમનો પાર્થિવદેહ કારમાં પડી રહ્યો હતો.કલાકો સુધી હરેન પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી.

જેમાં તેમની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાત પોલીસ દ્વારા હત્યાની તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પંડ્યા પરિવાર, ગુજરાત ભાજપના નેતાઓના એક વર્ગ તથા કાર્યકરોના દબાણ બાદ રાજ્ય સરકારે હત્યાકાંડની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV