GSTV
Cricket Sports Trending

ચેન્નાઈમાં પંડ્યાનો પાવર / ઓસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક મેચમાં હાર્દિકની ધારદાર બોલિંગ, કાંગારૂ ટીમ મુશ્કેલીમાં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન ડે સીરિઝની અંતિમ અને ત્રીજી નિર્ણાયક મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરિણામે કાંગારૂ ટીમે પ્રથમ બેટિંગ કરતા ઓપનિંગ ખેલાડી ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શે આક્રમક બેટિંગની શરૂઆત કરી હતી. જોકે, બાદમાં ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોએ 1-1 મેચ જીતી છે.

ઓસ્ટ્રેલિયાએ નિર્ણાયક મેચમાં કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શની ઓપનિંગ જોડીએ ભારતીય બોલરો સામે ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી રહ્યા હતા ટીમ ઈન્ડિયા વિકેટની તલાશમાં હતી ત્યારે કેપ્ટન રોહિત શર્માએ બોલ હાર્દિક પંડ્યાને સોપ્યોને ધડાધડા ટોર ઓર્ડરને પેવેલિયન ભેગા કરી દીધી હતી જે બાદ ચાઈનામેન બોલરે પણ સાથે આપ્યો હતો અને બે ખેલાડીઓને આઉટ કર્યા હતા. હાર્દિક પંડ્યાએ ટ્રેવિસ હેડને આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી અત્યાર સુધીમાં પંડ્યાએ 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ખેરવી છે.

ભારતની પ્લેઇંગ -11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11

ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), માર્નસ લેબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન અગર, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.

READ ALSO

Related posts

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla

ટીસીએસનું અલ્ટીમેટમઃ કર્મચારીઓ ઓફિસે નહીં આવે તો પગાર અને રજા બંને કપાશે

Vushank Shukla
GSTV