GSTV
Home » News » VIDEO-પાસના સ્નેહ મિલનમાં બઘડાટી, અલ્પેશ કથિરીયાના સમર્થકોએ હાર્દિક વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા

VIDEO-પાસના સ્નેહ મિલનમાં બઘડાટી, અલ્પેશ કથિરીયાના સમર્થકોએ હાર્દિક વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા

hardik patel

કોંગ્રેસમાં જોડાયેલા પાસ કન્વીનર હાર્દિક પટેલના સ્નેહમિલન કાર્યક્રમમાં બબાલ થઈ. અમદાવાદમાં ગોતા પાસે પ્રસંગ પાર્ટી પ્લોટમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે હોબાળો મચાવ્યો. આ ઝપાઝપીમાં હાર્દિક પટેલનું બનેર પણ ફાડી નાંખ્યું. પાસનું સ્નેહ મિલન શરૂ થાય તે પહેલા જ મારામારીના દ્રશ્યો સર્જાયા.

બેનરમાં હાર્દિકના ફોટાને લઈ પાસમાં અંદરોઅંદર જ બબાલ થઈ અને મારામારી શરૂ થઈ ગઈ. પાસના કાર્યક્રમના બેનરમાં માત્ર હાર્દિકનો ફોટો જ હોવાથી અલ્પેશ કથીરિયા જૂથના પાસના કાર્યકરો રોષે ભરાયા અને કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા ત્યારે માથાકુટ ઉગ્ર બની હતી.

અલ્પેશ કથીરિયાના સમર્થકોએ હાર્દિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. અલ્પેશ કથીરિયા જેલમાં હાર્દિક મહેલમાં… જેવા નારા લગાવ્યા. તો આ ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મી સાથે પણ પાસના કાર્યકરોએ ઝપાઝપી કરી. જેમાં જીએસટીવનો કેમેરો છીનવવાનો પણ પ્રયાસ થયો. તો આ કાર્યક્રમમાં એસપીજીના પ્રમુખ લાલજી પટેલ પણ હાજર હતા. લાલજી પટેલે આ ઘટનાને લઈ આકરી પ્રતિક્રિયા આપી કે હાર્દિક તેના સ્વાર્થ ખાતર કોંગ્રેસમાં જોડાયો છે. ત્યારે તેણે લોકોના અસંતોષનો સામનો પણ કરવો પડે.

READ ALSO

Related posts

GSCના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુને લોટરી

Mansi Patel

ભાવનગરની આ 2 વર્ષની ટેણી છે ગૂગલ ગર્લ, કોઈ પણ સવાલનો આપે છે તરત જ જવાબ જુઓ VIDEO

Mansi Patel

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર, મુદતમાં ગેરહાજર રહેતાં કરાઈ હતી ધરપકડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!