GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

હાર્દિક પટેલનો પાટીદાર અનામત આંદોલન મામલે મોટો ખુલાસો, રૂપાણી સરકાર માટે ખુશખબર

hardik patel in cwc

અનામત માટે શરૂ થયેલુ પાટીદાર અનામત આંદોલન પૂર્ણ થયું છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને પાસના કન્વિનર હાર્દિક પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કેન્દ્ર સરકારે 10 ટકા અનામત આપી દીધી છે એટલે હવે અનામત આંદોલનનો કોઈ મતલબ નથી. પાટીદાર અનામત આંદોલને રૂપાણી સરકારની ઊંધ હરામ કરી દીધી હતી. હવે સરકારે 10 ટકા અનામત જાહેર કરતાં આજે પાસ સહિત પાટીદારોની મળેલી બેઠકમાં હાર્દિક પટેલે મોટો ખુલાસો કરતાં જણાવ્યું છે કે પાટીદાર અનામત આંદોલન પૂર્ણ થઈ ગયું છે. આ બાબતે પાટીદાર સમાજમાંથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.

hardik patel

સુરતના પાસના નેતા અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ માટે પાટીદાર અગ્રણીઓ સરકાર સાથે ચર્ચા કરશે. આ માટે છ સભ્યોની કમિટીની રચના કરવામાં આવશે. પાસના નેતાઓ અને ખોડલધામ ટ્રસ્ટની રાજકોટમાં બેઠક યોજાઈ હતી. જે બાદ નરેશ પટેલે કહ્યું કે અલ્પેશ સહિતના પાટીદાર યુવાનોની જેલમુક્તિ માટે પ્રયાસ કરવામાં આવશે. સમાજની ઈચ્છા છે કે અલ્પેશ મુક્ત થાય. એટલે આગામી સપ્તાહે સરકારને મળી રજૂઆત કરવામાં આવશે. આમ પાટીદાર સમાજના અગ્રણીઓએ એકઠા થઈને આ આંદોલનને આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સાથે પાસ પણ સહમત હોવાથી હવે પાટીદાર સમાજ માટે અનામત માટે ચાલતું આંદોલન પૂર્ણ થઈ ગયું હોવાની જાહેરાત કરાઈ છે. રૂપાણી સરકાર માટે આ સૌથી મોટા સમાચાર છે. પાટીદાર અનામત આંદોલને ભાજપની ઊંધ હરામ કરી દીધી હતી. લોકસભાની ચૂંટણી બાદ પાટીદાર અનામત આંદોલન પૂર્ણ થયાની જાહેરાત થઈ છે. પાટીદાર અનામત આંદોલનમાં 14 પાટીદાર યુવાનોનાં મોત થયા છે. જે અનામત આંદોલનનો હવે અંત આવી ગયો છે.

મારી પર 28 કેસ

બેઠકમાં રાજકોટ આવી પહોંચેલા હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નરેશ પટેલ સમાજના આગેવાન છે, આગેવાનોએ જવાબદારી સ્વિકારી પણ છે. આંદોલનના કેસો થયા છે તે મુદ્દે ચર્ચા કરીશું. ચૂંટણી પહેલા જે રીતે કેસો કર્યા હતા અને પછી કેસ પાછા ખેચવાની વાતો કરી હતી તે કંઇ થયું નથી. મારી પર 28 કેસ છે. જે સિવાય નાના-મોટા કેસ પાટીદાર યુવાનો પર થયા છે.
બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકનો મુખ્ય મુદ્દો કથિરીયાની જેલમુક્તિ અને અન્ય પાટીદાર યુવાનો પર થયેલા કેસ પર ચર્ચા કરવાનો જ હતો. ખોડલધામમાંથી 2, ઉમિયાધામમાંથી 2 અને પાસમાંથી 2 સભ્યો પ્રતિનિધિત્વ કરી કમિટી બનાવવામાં આવશે. 

કોણ કોણ હતું હાજર

ખોડલધામના નરેશ પટેલની હાજરીમાં પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઇ છે. બેઠકમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ, ગીતાબેન પટેલ, પૂર્વ પાસ અગ્રણી દિનેશ બાંભણીયા, મનોજ પનારા સહિત પાસના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. બેઠકમાં મુખ્યત્વે પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ વિશે મંત્રણા કરવામાં આવી રહી છે. બેઠકમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલ અલગ અલગ બેઠા હતા. એકસાથે બેસવાને બદલે બંને વચ્ચે અંતર જોવા મળ્યું હતું.

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના રોકવામાં ઉદ્ધવ ઠાકરે નિષ્ફળ, રાષ્ટ્રપતિ શાસન લાદવા ભાજપ થયું સક્રિય

Dilip Patel

મોદી સરકાર પર ભડક્યા રાહુલ : લોકડાઉન ફેલ થતાં સરકાર બેકફૂટ પર, આગળની રણનીતિ બતાવો

Harshad Patel

ગુજરાત માટે મે મહિનો ખતરનાક સાબિત થયો : 10 હજાર કેસ અને 888માંથી 674નાં થયા મોત, હવે સરકાર આપે જવાબ

Karan
Do NOT follow this link or you will be banned from the site!