સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યુ કે, જે પાટીદાર સમાજ ભાજપ સાથે હતો તે સમાજને હાર્દિક પટેલે ગુમરાહ કર્યો છે.
પાટીદાર સહિત અન્યને અનામતની જરૂર હોય તો તેમને અનામતનો લાભ મળવો જોઈએ. હાર્દિકે એનડીએનું સમર્થન કરી એનડીએ સાથે ભળી જવુ જોઈએ. એનડીએની બેઠકમાં અનામત અંગે મેં મુદ્દો ઉઠાવ્યો છે. અઠાવલેએ દલિત અત્યાચાર મુદ્દે જણાવ્યુ કે, ભાજપ સરકાર દલિત વિરોધી નથી. સરકારે હંમેશા દલિતો માટે કામ કર્યુ છે.