GSTV
Home » News » આ પાટીદારની પ્રેમકહાની પણ કંઈ કમ નથી, આવી રીતે થયો હતો પ્રેમ

આ પાટીદારની પ્રેમકહાની પણ કંઈ કમ નથી, આવી રીતે થયો હતો પ્રેમ

છેલ્લા ચાર વર્ષથી ભાજપને હંફાવતા હાર્દિક પટેલનું કદ ન માત્ર ગુજરાતમાં પણ ભારતમાં પણ વધ્યું છે. હાલમાં જ જીજ્ઞેશ મેવાણી સાથે મમતા બેનર્જીની હુંકાર રેલીમાં મહાગઠબંધનમાં તેની હાજરી તે વાતનું સબુત છે, પણ અહીંયા હાર્દિકના રાજકારણની નહીં પણ તેની પ્રેમ કહાનીની વાત કરવાની છે. પ્રેમની એટલા માટે કે આજે હાર્દિક કિંજલ સાથે લગ્નના તાંતણે બંધાય જવાનો છે. સાત ફેરા ફરવાનો છે. પણ આ લવસ્ટોરીની શરૂઆત કેવી રીતે થઈ તેની કદાચ તમને જાણ નહીં હોય.

આજે ગુજરાતના પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અને કિંજલ પારેખના લગ્ન છે. 25 વર્ષનો હાર્દિક પોતાની બાળપણની મિત્ર સાથે પ્રભૂતામાં પગલાં પાડવા જઈ રહ્યો છે. કિંજલ હાર્દિક પટેલની બહેન મોનિકા સાથે ભણવા માટે આવતી હતી. આ વચ્ચે બંન્નેમાં મિત્રતા થઈ. મિત્રતા ક્યારે પ્રેમમાં પરણમી ગઈ ખ્યાલ જ ન આવ્યો.

હાર્દિક પટેલ અત્યારે ભારતના યુવા નેતાઓમાં સૌથી ચર્ચાતું નામ છે. 27 જાન્યુઆરીએ ખાસ મહેમાનોની ઉપસ્થિતમાં તે લગ્નના બંધનમાં બંધાશે. માનવામાં આવી રહ્યું છે કે લગ્નમાં 100 જેટલા ખાસ મહેમાનો ઉપસ્થિત રહેશે.

હાર્દિકની થનાર પત્ની કિંજલ બીએ અને એમએનો અભ્યાસ કરેલી છે. જે પછી કિંજલે હ્યૂમન રિસોર્સનો કોર્સ કર્યો હતો. અને હાલ એલએલબીનો અભ્યાસ કરી રહી છે. કિંજલના પરિવારની જ જો વાત કરવામાં આવે તો મમ્મી-પપ્પા એક બહેન અને ભાઈ છે.

લગ્નનો સમારોહ સુરેન્દ્રનગરના દિગસર ગામમાં છે. કિંજલ વિશે હાર્દિકે કહ્યું છે કે તે તેને 7 વર્ષથી ઓળખે છે. આજથી ત્રણ વર્ષ પહેલા પરિવારના લોકોને કિંજલ અને હાર્દિક વિશે ખબર પડી. કિંજલના શોખની વાત આવે તો કિંજલને ફરવાનો ખૂબ શોખ છે. જો કે હાર્દિક પટેલ કહે છે કે તેમની પાસે સમયની ખૂબ કમી હોય છે. તેમણે લોકસભા ચૂંટણી પછી કિંજલને ટ્રિપ પર લઈ જવાનું કહ્યું છે કારણ કે ત્યાં સુધી હાર્દિક રાજનીતિમાં વ્યસ્ત રહેશે.

શરૂઆતમાં કિંજલના પરિવારને હાર્દિક નેતા રૂપે પસંદ નહોતો. પણ જ્યારે હાર્દિકે રાજનીતિ જોઈન કરી ત્યારે પરિવાર પણ કિંજલની માફક હાર્દિક પર ઢળી ગયો. હાર્દિકના પિતા ભરત પટેલે લગ્ન પર ખુશી જાહેર કરી છે. અને કહ્યું છે કે દિકરાના લગ્નનો આજ સાચ્ચો સમય છે. કિંજલ ગુજરાતના વિરમગામમાં રહેનારી છે. જો કે અત્યારે તેનો પરિવાર સુરતમાં રહે છે. હાર્દિક પણ વિરમગામની નજીક આવેલ ચંદનનગરી સાથે સંબંધ ધરાવે છે.

READ ALSO

Related posts

ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલા વાહનોમાં થાય છે દારૂની હેરાફેરી, કોંગ્રેસના આ ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ

Nilesh Jethva

જો તમે ઓફિસમાં તમારૂ પ્રદર્શન સારૂ કરવા ઈચ્છતા હોય તો કરો આ કામ

Kaushik Bavishi

આ ડિફોલ્ટર કંપનીને બેંકોએ આપી ભેટ સોગાત, લોન કરી રિસ્ટ્રક્ચર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!