GSTV

હેલિકોપ્ટરમાં ઉડાઉડ કરી હાર્દિક પટેલે ગુજરાતમાં મોદી કરતાં પણ વધુ કરી સભાઓ, થશે આ લોકસભાને અસર

Last Updated on April 22, 2019 by Karan

સ્ટાર પ્રચાક બનાવી હેલિકોપ્ટર આપી કોંગ્રેસે ખુલ્લી આપેલી છૂટછાટ વચ્ચે હાર્દિક ગુજરાતમાં 16 સભા કરી શક્યો છે. હેલિકોપ્ટરમાં ઉડાઉડ કરતા હાર્દિકને ઉતરવાની મંજૂરી ન મળવા જેવા વિવાદો વચ્ચે કોંગ્રેસ પોતાના ગેમપ્લાનમાં સફળ થઈ છે કે નહીં એ તો 23મે એ જ ખબર પડશે પણ 5થી 6 બેઠકો ભાજપ ગુમાવે તેવા રિપોર્ટ બહાર આવી રહ્યાં છે. હાર્દિક પટેલે આજે છેલ્લો ઘા રાણાની જેમ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે પણ મુલાકાત કરી વિવાદનો મધપૂડો જન્માવ્યો છે.

હાર્દિકે આ લોકસભાની ચૂંટણી લડવાની પૂરી તૈયારીઓ કરી હોવા છતાં સુપ્રીમનું વિધ્ન આવતાં આખરે તેના સાંસદ બનવાના સપનાં પૂરાં થઈ શક્યાં નથી પણ આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ સભાઓમાં અમિત શાહ અને મોદીને આડેહાથ લીધા છે. પાટીદાર સમાજ એ ગુજરાતમા 10 લોકસભા પર અસર કરે છે. આ સમાજનો એક વર્ગ ભાજપથી નારાજ છે. જેનો ફાયદો લેવા માટે કોંગ્રેસે પણ હાર્દિકને સ્ટાર પ્રચારક બનાવ્યો છે. હાર્દિક પટેલ ભીડ એકઠી કરવાની ક્ષમતા ધરાવે છે એ ભાજપ પણ સારી રીતે જાણે છે. હાર્દિકને ભલે ટિકિટ ન મળી હોય પણ તેને ગીતાબેન પટેલને ટિકિટ અપાવી એ સાબિત કર્યું છે કે કોંગ્રેસમાં આજે પણ તેનો ગજ વાગે છે. અમદાવાદની આ બેઠક એ પાટીદાર સાથે ભાજપનો ગઢ હોવાથી ગીતાબેન પટેલ માટે ચૂંટણી જીતવી એ લોઢાના ચણા સમાન છે. ગુજરાતના સીએમ તરીકે જેમની સૌથી મોટી જવાબદારી છે એવા રૂપાણીએ પણ 75 સભાઓ કરી હોવાનો દાવો કર્યો છે.

  • ૩-એપ્રિલ પોરબંદરમાં સભા
  • કઈ બેઠકને અસર
  • જૂનાગઢ
  • જામનગર
  • રાજકોટ
  • ૪-એપ્રિલ ગાંધીનગર સભા
  • બેઠકને અસર
  • ગાંધીનગર
  • અમદાવાદ પૂર્વ
  • અમદાવાદ પશ્ચિમ
  • ૧૦-એપ્રિલ અમદાવાદ પશ્ચિમ
  • બેઠકને અસર
  • અમદાવાદ પૂર્વ
  • અમદાવાદ પશ્ચિમ
  • ગાંધીનગર
  • ૧૩-એપ્રિલ સાબરકાંઠા
  • બેઠકને અસર
  • બનાસકાંઠા
  • મહેસાણા
  • પાટણ
  • ૧૬-એપ્રિલ ઉપલેટા-ધોરાજી
  • બેઠકને અસર
  • રાજકોટ
  • પોરબંદર
  • જૂનાગઢ
  • ૧૭-એપ્રિલ હારીજ
  • બેઠકને અસર
  • પાટણ
  • બનાસકાંઠા
  • સાબરકાંઠા
  • મહેસાણા
  • ૧૭-એપ્રિલ ભરૂચ
  • બેઠકને અસર
  • સુરત
  • નવસારી
  • વલસાડ
  • ૧૭-એપ્રિલ માણસા
  • બેઠકને અસર
  • મહેસાણા
  • ગાંધીનગર
  • બનાસકાંઠા
  • સાબરકાંઠા
  • ૧૮-એપ્રિલ પંચમહાલ
  • બેઠકને અસર
  • પંચમહાલ
  • દાહોદ
  • ખેડા
  • છોટા ઉદેપુર
  • ૧૯-એપ્રિલ સુરેન્દ્રનગર
  • બેઠકને અસર
  • સુરેન્દ્રનગર
  • રાજકોટ
  • ભાવનગર
  • ૧૯-એપ્રિલ આકોલવાડી
  • બેઠકને અસર
  • જૂનાગઢ
  • અમરેલી
  • ભાવનગર
  • ૧૯-એપ્રિલ મોરબી
  • બેઠકને અસર
  • કચ્છ
  • રાજકોટ
  • જામનગર
  • સુરેન્દ્રનગર
  • ૨૦-એપ્રિલ ભચાઉ-રાપર
  • બેઠકને અસર
  • કચ્છ
  • ૨૦-એપ્રિલ દહેગામ
  • બેઠકને અસર
  • ગાંધીનગર
  • અમદાવાદ પૂર્વ
  • અમદાવાદ પશ્ચિમ
  • ૨૦-એપ્રિલ નિકોલ
  • બેઠકને અસર
  • અમદાવાદ પૂર્વ
  • અમદાવાદ પશ્ચિમ
  • ૧૫-૨૧ એપ્રિલ જામનગર
  • બેઠકને અસર
  • જામનગર
  • રાજકોટ
  • પોરબંદર

Related posts

Careful : નવરાત્રીને લઈને નવી કોરોના ગાઇડલાઇન પર જાણો શું કહે છે તબીબી નિષ્ણાતો?

Pritesh Mehta

મનપાનો મહાસંગ્રામ / 11 વોર્ડની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 44-44 ઉમેદવારો મેદાને, શરૂ કર્યો લોકસંપર્ક

Pritesh Mehta

ONGCના પાપે ખેડૂતોને ડામ, ગેસ કોર્પોરેશનના રસ્તાઓને કારણે નથી થતો વરસાદી પાણીનો કુદરતી નિકાલ, જગતનો તાત પાક લે તો લે કઈ રીતે?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!