અલ્પેશ ઠાકોરને રઘુ દેસાઈના હાથે મળેલી સજ્જડ હાર બાદ હાર્દિક પટેલે ટ્વીટ કરી છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી તેણે રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સત્યતાથી જનતાની લડાઈ લડી રહી છે. આજ કારણે જનતા હવે કોંગ્રેસની સાથે છે. તાનાશાહી ભાજપ સામે કોંગ્રેસ પાર્ટી સંઘર્ષ કરી રહી છે.

પ્રધાન બનવા ઉછળકૂદ કરી રહેલા અલ્પેશને જનતાએ બતાવ્યો રસ્તો
રાજ્યમાં પેટાચૂંટણીના પરિણામે પક્ષપલટુઓને તેમનો રસ્તો બતાવી દીધો છે. પ્રધાન બનાવા ઉછળકૂદ કરી રહેલા અલ્પેશ ઠાકોરને રાધનપુરની જનતાએ ઘરનો રસ્તો બતાવી દીધો છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની કારમી હાર થઈ છે. ત્યારે કોંગ્રેસમાં ભારે ઉત્સાહ છે. એક સમયે ક્યારેય રાજનીતિ નહીં કરું તેવું નિવેદન આપનારા અલ્પેશ ઠાકોરે રાજનીતિમાં જોડાયો છે. ગુરૂ ચેલા સમાન અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ઠાકોર સમાજને નામે જાતીવાદી રાજકારણ ચલાવી રહ્યાં હતા. ભાજપે પણ ઠાકોર સમાજને સોડમાં લેવા માટે આ બંને નેતાઓનો ભાજપમાં સમાવેશ કર્યો હતો. જોકે, રાધનપુર અને બાયડની જનતાએ આ જાતિવાદની રાજકારણને જાકારો આપી આ બંને નેતાઓને ન ઘરના ન ઘાટના કરી દીધા છે.

બાયડમાં રહ્યો નાટકિય ઘટનાક્રમ
બાયડમાં અત્યંત હાઇવોલ્ટેજ ડ્રામા અને નાટકીય ચડાવઉતાર વચ્ચે ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાની 761 મતની પાતળી સરસાઇથી હાર થઇ છે. કોંગ્રસમાંથી પક્ષપલટો કરીને આવેલા ધવલસિંહ ઝાલાને મતદારોએ જાકારો આપ્યો છે. અને કોંગ્રસના ઉમેદવાર જશુ પટેલના લલાટે વિજયતિલક કર્યું છે. બાયડમાં વિજય મેળવવાને કારણે કોંગ્રેસ છાવણીમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ ભાજપના નેતાઓના ચહેરાનું નૂર ઉડી ગયું.
અલ્પેશની આંગળી પકડી આવનારા ધવલસિંહની પણ હાર
બાયડ વિધાનસભાની ચૂંટણીના રસાકસીભર્યા જંગમાં કોંગ્રેસે ભાજપને માત આપી તેમની બેઠક જાળવી રાખી છે.અલ્પેશ ઠાકોરની આંગળી પકડીને ભાજપમાં આવેલા ધવલસિંહ ઝાલાની કોંગ્રસના ઉમેદવાર જશુ પટેલ સામે પાતળી સરસાઇથી હાર થઇ છે.
READ ALSO
- સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી
- ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત
- ભાજપમાં ફરી ભડકો / જગદીશ પંચાલે 6 ધારાસભ્યો અને બે સાંસદની ગેરહાજરીમાં બોલાવી બેઠક, ઘણા થયા નારાજ
- પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ આપ્યો પ્રજાજોગ સંદેશ, ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ સરકાર
- નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી