GSTV

આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીથી રાજનીતિ તેજ, AAP માં જોડાવવા મામલે હાર્દિક પટેલનું મોટું નિવેદન

Last Updated on June 24, 2021 by Dhruv Brahmbhatt

સુરતની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અંગે મહત્વની પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યુ હતું કે, ‘આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ છે અને હું આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નથી. હું જ્યાં છું ત્યાં બરાબર છું.’

હાર્દિક

રાહુલ ગાંધી આજે સુરતમાં

ઉલ્લેખનીય છે કે, ત્રણેક વર્ષ પહેલા કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મોઢ વણિક સમાજ સંદર્ભે બદનક્ષીકારક ઉચ્ચારણ કર્યા હતાં. જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. જે મુદ્દે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.

હાર્દિક

હાર્દિક પટેલ પણ સુરતની મુલાકાતે

ત્યારે સુરતની મુલાકાતે પહોંચેલા હાર્દિક પટેલએ AAP પાર્ટીમાં જોડાવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ પાર્ટીમાં નહીં જોડાવવાનો હુંકાર કર્યો છે તેમજ આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી છે. વધુમાં જણાવ્યું કે, ‘તમામ સમાજ હોય તે કોંગ્રેસ તરફ  પ્રેરિત થઈ રહ્યાં છે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

સાબરમતિ રિવરફ્રન્ટ પર સુરક્ષાનો અભાવ: મોટાભાગની જગ્યાએ CCTV કેમેરા નથી, ગુનાનો ભેદ ઉકેલવા અનેક મુશ્કેલીઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!