GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

હાર્દિક પટેલને મોટો ઝટકો : ગુજરાત બહાર જવાની અરજીમાં સેશન્સ કોર્ટે લીધો આ નિર્ણય, 3 મહિના માટે માગી હતી આ પરમીશન

ગુજરાત રાજ્યની બહાર જવા માટે કોંગ્રેસના નેતા હાર્દીક પટેલની અરજી કોર્ટે ના મંજૂર કરી છે. અને આ અરજી ના મંજૂર થતા હાર્દિક પટેલને ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ સામે ગંભીર ગુન્હો હોવાથી રાજ્યની બહાર જવા દેવો તે યોગ્ય નથી. કોર્ટે તે શરતે જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઈએ કે વર્ષ 2015ની 25મી ઓગસ્ટે અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર અનામત આંદોલનનની રેલી યોજાઈ હતી.

અન્ય રાજ્યની શાંતિની ભંગ થતી હોવાની સરકારની કોર્ટ માં કરાઈ હતી રજૂઆત

નોઁધપાત્ર છે કે આ રેલી દરમ્યાન રાજ્યભારમાં અશાંતિ, તોડફોડ અને ભારે હિંસાની ઘટનાઓ સર્જાઈ હતી. ત્યારે આ મામલાની ગંભીરતા જોતા શહેર ક્રાઈમબ્રાન્ચે વર્ષ 2015ના ઓક્ટોબર મહિનામાં હાર્દિક પટેલ સામે ગુન્હો નોંધ્યો હતો. જેમાં હાર્દિક પટેલ અને અન્ય સાથી દારો સામે હિંસા ફેલાવવા અને સરકારને પાડવાનાં ષંડયત્રનો ગંભીર આરોપ લાગ્યો હતો.

જામીન શરતો માં રાહત માટે હાર્દિકે કરી હતી અરજી જે કોર્ટ નામજુર કરાઈ

  • રાજ્યની બહાર જવા કોર્ટમાં કરેલી અરજી નામંજૂર કરાઈ
  • રાજ્ય સરકારે હાર્દિકની અરજી સામે
  • હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો યોગ્ય નથી…..સરકાર
  • અન્ય રાજ્યની શાંતિની ભંગ થતી હોવાની સરકારની કોર્ટ માં કરાઈ હતી રજૂઆત .
  • હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે
  • જામીન શરતોમાં રાહત માટે હાર્દિકે કરી હતી અરજી જે કોર્ટ નામજુર કરી

READ ALSO

Related posts

લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો  કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો

Nakulsinh Gohil

BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા

Hardik Hingu

અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની

Nakulsinh Gohil
GSTV