GSTV
Home » News » સરકારના રોજગારીના દાવા પર હાર્દિક પટેલની પ્રતિક્રિયા, કહ્યું- સ્થિતિ સ્પષ્ટ…

સરકારના રોજગારીના દાવા પર હાર્દિક પટેલની પ્રતિક્રિયા, કહ્યું- સ્થિતિ સ્પષ્ટ…

રાજ્ય સરકાર જે રીતે રોજગારીના દાવા કરે છે અને બીજીતરફ અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની ભરતીના ફોર્મ માટે લાગેલી કતારોથી બેરોજગારોની સ્થિતિ સ્પષ્ટ થાય છે. ત્યારે બેરોજગારોની આ સ્થિતિ પર પાસ કન્વીનર હાર્દિક પટેલે આકરી પ્રતિક્રિયા આપી હતી અને સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે વાઈબ્રન્ટ સમિટ ગુજરાત મોડલની ચર્ચા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

મહત્વનું છે કે અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડ માટેની ભરતીના ફોર્મ લેવા યુવાનોની ભીડ લાગી છે. ટ્રાફિક બ્રિગેડમાં જોડાવવાના ફોર્મ માટે વહેલી સવારથી યુવક-યુવતીઓએ લાંબી કરતા લગાવી હતી. શહેરમાં બે સ્થળોથી ફોર્મ વેચાણ આજથી શરૂ થયું છે. ત્યારે મીઠાખળી પાસેના ટ્રાફિક પોલિસ સ્ટેશન પાસે ફોર્મ વિતરણ કેન્દ્ર પર સવારથી લાંબી કતાર જોવા મળી છે. આ ફોર્મ ઓનલાઈન ભરવાની કામગીરી હોવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. 1400 ટ્રાફિક બ્રિગેડ જવાનોની જગ્યા માટે પ્રથમ દિવસે જ આશરે પાંચેક હજાર જેટલા યુવાનો ઉમટી પડ્યા છે.

રાજ્ય સરકાર જે રીતે રોજગારીના દાવા કરે છે અને બીજીતરફ અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની ભરતીના ફોર્મ માટે લાગેલી કતારોથી બેરોજગારોની સ્થિતિ સ્પ્ષ્ટ થાય છે. ત્યારે બેરોજગારોની આ સ્થિતિ પર પાસ કન્વીનર હાર્દિક પટેલે આકરી પ્રતિક્રિયા આપી હતી અને સરકાર પર પ્રહાર કર્યા હતા.

Read Also 

Related posts

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur

ભાજપના આ પ્રવક્તાએ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે…

Arohi

કોળી સમાજના સંમેલનમાં કરાયું નક્કી, કોંગ્રેસને મત નથી આપવાનો

Mayur