GSTV

જામનગરમાંથી હાર્દિક ચૂંટણી ન લડી શકતા હવે આ વ્યક્તિને કોંગ્રેસ પૂનમ માડમ સામે ઉતારશે

Last Updated on April 1, 2019 by Karan

જામનગરથી હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડી શકતા કોંગ્રેસ શાસિત દ્વારકા જીલ્લા પંચાયતના સભ્ય મુળુ કંડોરીયાને ટિકિટ આપે તેવી શક્યતા છે. જામગનરમાં મળેલી બેઠકમાં મુળુ કંડોરીયા લડે તેના માટે તમામ લોકોએ સહમતી સાધી છે. મોડી રાત સુધીમાં સતાવાર રીતે મુળુ કંડોરીયાની જાહેરાત થઈ શકે છે. મુળુ કંડોરિયા દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસ જિલ્લા પંચાયતના સભ્ય છે. દ્વારકા જિલ્લા પંચાયત કોંગ્રેસ હસ્તક રાખવામાં તેમનો મોટો ફાળો છે.

hardik patel

શા માટે હાર્દિક નહીં લડી શકે ચૂંટણી ?

હાર્દિક પેટલની સજા પર સ્ટે મુકવાની અરજી હાઈકોર્ટે ફગાવતા હવે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. થોડા સમય પહેલા જ રાહુલ ગાંધીની ગુજરાત ઉપસ્થિતિ વેળાએ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. જે પછી હાર્દિક પર સમાજના લોકો રોષે ભરાયા હતા. હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડતા હવે કોંગ્રેસ જામનગરથી વિક્રમ માડમને ઉતારી શકે છે. જામનગરમાં પહેલાથી ભાજપે પૂનમ માડમને મેદાને ઉતાર્યા છે. હાર્દિક પાસે એક ઓપ્શન છે કે હાર્દિક સુપ્રીમમાં જઈ શકે છે, પરંતુ હાલ તો ચૂંટણીના ફોર્મ ભરાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જેથી હાર્દિક ચૂંટણી લડી શકે તેવું દ્રશ્ય સાફ નથી થઈ રહ્યું. ઉલ્લેખનીય છે કે યુવા પ્રતિનિધિ તરીકે રાહુલ ગાંધીએ હાર્દિક પટેલ પર વિશ્વાસ મુક્યો હતો. જેથી ગુજરાતની એક બેઠક પર પંજો લહેરાય શકે. પરંતુ હવે હાઈકોર્ટે જ હાર્દિક પટેલની સજા પર સ્ટેને કોર્ટે ફગાવતા હવે હાર્દિક પાસે સુપ્રીમ કોર્ટ સિવાય કોઈ રસ્તો નથી બચ્યો

શું કહ્યું હતું એડવોકેટે

હાર્દિકની સજા પર એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ એવી રજૂઆત કરી હતી કે સ્ટે આપતા પહેલા કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં લેવા જોઈએ. માત્ર જે કેસની વાત થાય છે તેટલું જ નહી પણ તેના ગુનાહિત ઇતિહાસને પણ ધ્યાને લેવો જોઇએ. અરજદારને મહિલાઓ માટે કે સમુદાય માટે પણ કોઇ માન નથી. તેને કાયદાનો ડર ન હોય તે રીતે તેની વર્તણૂક છે. લોકશાહીમાં જાહેરજીવનમાં આવનાર વ્યક્તિની સ્વચ્છ છબી હોવી જોઇએ.

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Karan

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Karan

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Karan
Do NOT follow this link or you will be banned from the site!