હાર્દિક પટેલ અને પરેશ ધાનાણીની બેઠક બાદ ભાજપની ચિંતા વધશે, જુઓ બંને નેતાઓએ શું કહ્યું?

મરાઠાઓને અનામત મળ્યા બાદ ગુજરાતમાં પાટીદારોને અનામત આપવાની માંગ ફરી પ્રબળ બની રહી છે ત્યારે આ મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મહત્વની બેઠક કરી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પરેશ ધાનાણીએ વિધાનસભામાં અનામત બિલ મુદ્દે ચર્ચા કરવાની ખાતરી આપી છે.

હાર્દિકે રાજ્યની ભાજપ સરકારને અભિમાની ગણાવતા કહ્યું કે તેમને હવે રાજ્ય સરકાર પર ભરોસો નથી. હાર્દિકે કહ્યું કે તેમને સરકારના નેતાઓ કરતા વિપક્ષના નેતાઓ પાસે વધુ અપેક્ષા છે. આ ઉપરાંત હાર્દિકે માંગણી કરી કે વિધાનસભામાં ચર્ચા માટેની ડ્રો પદ્ધતિ સરકાર નાબૂદ કરે. હાર્દિકે જણાવ્યું કે સરકાર દ્વારા પાટીદાર સમાજનો સર્વે કરાવવામાં આવે અને મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને જે પેટર્નથી અનામત આપવામાં આવી તેનો અભ્યાસ કરી ગુજરાતમાં પાટીદાર સમાજને અનામત આપવામાં આવે તેવી માંગણી હાર્દિકે દોહરાવી છે.

જ્યારે બીજીતરફ વિપક્ષના નેતા પરેશ ધનાણી સરકાર સર્વે કરાવીને ખુલ્લા દિલે ચર્ચા કરી. પાટીદાર સમાજના આર્થિક રીતે પછાત લોકોને અનામત પૂરુ પાડે તેવી માંગ કરી છે. પરેશ ધાનાણીએ એવો પણ દાવો કર્યો છે કે, અગાઉ બે વખત વિપક્ષ કોંગ્રેસે વિધાનસભામાં ખાનગી અનામત બિલ રજૂ કરી ચુક્યુ છે. તેમજ 20 ટકા અનામત મળે તેવી માંગ કરી હતી. જોકે કોંગ્રેસના અનામત બિલને ભાજપે નકાર્યુ હોવાના આક્ષેપ પરેશ ધાનાણીએ લગાવ્યો છે. તેઓએ ખાનગી અનામત બિલને લઈને વિશેષ સત્ર બોલાવાય તેવી માંગ કરી છે.

VIDEO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter