સાબરકાંઠા જીલ્લાના ઢુંઢર ખાતે 14 માસની બાળકી પર દુષ્કર્મ મામલે આજે બાળકીના પરિવાર સાથે એસપીજીના લાલજી પટેલે મુલાકાત કરી હતી અને બાળકીને ન્યાય મળે ઉપરાંત આરોપીને ફાંસી અને કડકમાં કડક સજા થાય તે માટે માંગણી કરાઇ હતી. જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાને આવેદન આપીને સરકાર આરોપીને સજા કરે તેવી વાતચીત પણ કરી હતી.
જેને કારણે ફરીવાર કોઈ આવુ કૃત્ય ન કરે. તો લાલજી પટેલે હાર્દિકના મામલે નિવેદન આપ્યુ હતુ કે સમાજ માટે જ્યારે કોઈ ઉપવાસ કે કાર્યક્રમ કરતો હોય ત્યારે સમગ્ર એસપીજી ટીમનો સપોર્ટ છે અને અમે પણ રથ લઈને ઉમિયા મંદિરે જવાના છીએ. તો હાર્દિક સહિત તમામ સમાજના આગેવાનોને લેખિતમાં પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે અને તમામ સમાજની આ લડાઈ છે.