GSTV
Home » News » ‘મોદીજી ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરો અમે તમારી સાથે છીએ’, હાર્દિકના કટાક્ષ પર આ મંત્રીએ આપ્યો જબરદસ્ત જવાબ

‘મોદીજી ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરો અમે તમારી સાથે છીએ’, હાર્દિકના કટાક્ષ પર આ મંત્રીએ આપ્યો જબરદસ્ત જવાબ

એરફોર્સના ગુમ થયેલા વિમાન એએન-32નો કાટમાળ મળ્યાં બાદ હવે રાજકારણ ગરમાયું છે. વિપક્ષ આ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે. ગુજરાતના કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે વિમાન ગાયબ થયા બાદ ચીન સાથે કનેક્શન જોડતાં સર્જિકલ સ્ટ્રાઇક કરવાની વાત કરી છે. જેના પર મોદી સરકારના મંત્રી કિરણ રિજીજૂએ જવાબ આપ્યો છે.

હાર્દિક પટેલે કહ્યું કે, ચીન મુર્દાબાદ હતું અને મુર્દાબાદ જ રહેશે. ચીનને કહેવા માંગુ છું કે અમારુ વિમાન એએન-32 અને જવાન પરત સોંપે. મોદી સાહેબ ચિંતા ન કરો, અમે તમારી સાથે છીએ. ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરો અને આપણા જવાન પરત લઇ આવો. આ અંગે કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજૂએ કહ્યું કે, તમે કોંગ્રેસ પાર્ટીના એક નેતા છો, શું તમે જાણો છો અરુણાચલ પ્રદેશ ક્યાં છે? હકીકતમાં વિમાનનો કાટમાળ અરુણાચલ પ્રદેશમાંથી મળ્યો છે. તેવામાં હાર્દિક પટેલ તરફથી ચીન સાથે કનેક્શન જોડવામાં આવતાં મંત્રીએ નારાજગી વ્યક્ત કરી છે.

શું છે સમગ્ર ઘટના

અસમના જોરાહટ એરપોર્ટથી ઉડાન ભરનારા AN-32ના ટુકડા મળ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, વિમાનનાં અમુક હિસ્સાના ટુકડા જ્યાંથી મળ્યા છે તે અરૂણાચલ પ્રદેશમાં AN-32 વિમાનના ઉડાનવાળી જગ્યાથી 15-20 કિલોમીટર ઉત્તરમાં છે. ભારતીય વાયુ સેના(IAF) હેલિકોપ્ટર દળ આ મિશનમાં સામેલ હતા.

વાયુસેના તરફથી રજૂ કરાયેલાં નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે, જે વિસ્તારમાં તપાસ કરાઈ રહી હતી. ત્યાં IAF Mi-17 હેલિકોપ્ટર દ્વારા અનુમાનિત AN32નો કાટમાળ આજે 16 કિલોમીટર ઉત્તરમાં લગભગ 12000 ફૂટની ઉંચાઈએ જોવા મળ્યો હતો.

3 જૂને જોરહાટ એરબેસમાંથી ઉડાન ભર્યા બાદ ભારતીય વાયુ સેનાનું વિમાન AN-32 ગૂમ થઈ ગયુ હતુ. આ વિમાને બપોરે 12.25 વાગ્યે ઉડાન ભરી હતી. અને છેલ્લે બપોરે 1 વાગ્યે વિમાનનો સંપર્ક થયો હતો. વિમાનમાં ચાલક દળનાં 8 સદસ્ય અને 5 યાત્રીઓ સવાર હતા.

પાંચ લાખના ઈનામની કરાઈ હતી જાહેરાત

ભારતીય વાયુસેનાએ શનિવારના રોજ જાહેરાત કરી હતી કે જે કોઇપણ વિમાન એએન-32ના લોકેશનની માહિતી આપશે તેને પાંચ લાખ રૂપિયાનું ઇનામ અપાશે. એર ઇસ્ટર્ન એર કમાન્ડના માર્શલ આરડી માથુરે તેની જાહેરાત કરતાં કહ્યું કે જે પણ તેની આ માહિતી આપશે તેને ઇનામ અપાશે. ગુમ થયેલા વિમાનની જાણકારી આપવા માટે ચાર નંબર રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છેકે, વાયુસેના પોતાના વિમાનને શોધવા માટે સંભવ દરેક પ્રયાસો કરી રહી હતી.

વિમાનની શોધખોળ લગભગ 2500 વર્ગ કિમીના ક્ષેત્રમાં કરાઈ હતી. આ ક્ષેત્ર સિયાંગ જીલ્લાના કાયીંગ અને પાયુમ ક્ષેત્રની અંદર આવે છે. રશિયન નિર્મિત આ વિમાને અરૂણાચલ પ્રદેશના શિ-યોમિ જીલ્લાના મેચુકા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે સોમવારે બપોરે 12.27 વાગ્યે અસમના જોરહાટથી ઉડાન ભરી હતી. ગ્રાઉન્ડ કન્ટ્રોલ રૂમ સાથે તેનો સંપર્ક બપોરે એક વાગ્યે તૂટ્યો હતો.

Read Also

Related posts

રાજકોટ : પ્રદ્યુમન પાર્કમાં ખૂંખાર દિપડો પીંજરામાં ક્યાંય ન દેખાતા તંત્રએ ઝૂ કર્યું બંધ

Mayur

મારી ના ના છતાં પણ પડોશમાં રહેતી પરિણીતાએ મારી સાથે બાંધી લીધા શારીરિક સંબંધો, હવે મને છે આ ડર

Bansari

ટ્રમ્પના આગમન પહેલા અત્યાધુનિક સિક્યોરિટીથી સજ્જ અમેરિકાનું વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!