હાર્દિકે બાળપણની મિત્ર સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં, જુઓ Inside Photos

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ અને તેની બાળપણની મિત્ર કિંજલ પરીખના આજે રવિવારે લગ્ન હતા. હાર્દિક અને કિંજલ બંને લગ્નગ્રંથીથી જોડાઇને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પોતાની બાળપણની મિત્ર એવી કિંજલ પરીખ સાથે સપ્તપદીના સાત ફેરા ફરીને હાર્દિક પટેલે પોતાની જીવનસંગીની બનાવી છે.

હાર્દિક પટેલે કિંજલના સેંથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરાવીને હિન્દુ વિધિથી પોતાની અર્ધાગની બનાવી છે.

આ ઉત્સાહના માહોલ વચ્ચે સ્વજનોએ હાર્દિક અને કિંજલને પોતાના નવા લગ્ન જીવન માટે આશિર્વાદ આપ્યા હતા.

હાર્દિક અને કિંજલના લગ્નમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ અને તેની બાળપણની મિત્ર કિંજલ પરીખના આજે રવિવારે દિગસર ગામે લગ્ન થવા જઇ રહ્યા છે.

પોતાના ભાવી પતિ માટે કિંજલ પરીખ સોળે શણગાર સજી છે. તો ચાલો જોઇએ હાર્દિક પટેલની ભાવી પત્ની કિંજલ પરીખની તસવીરો

જણાવી દઇ કે કિંજલ પરીખ હાર્દિકની બાળપણની મિત્ર છે, જેને કોમર્સમાં ગ્રેજયુએશન કર્યા બાદ હવે ગાંધીનગરમાં LLBનો અભ્યાસ કરી રહી છે.

કિંજલનો પરિવાર હાલ સુરતમાં રહે છે. કિંજલ અને હાર્દિકની બહેન મોનિકા બંને સાથે અભ્યાસ કરતી હતી. બંનેની સગાઇ વર્ષ 2016માં થઇ ગઈ હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter