ગુજરાતમાં થયેલ પેપરલીક મામલે વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ઘટનાનો અમારી વિદ્યાર્થી પાંખ એબીવીપી વિરોધ કરી જ રહી છે. કોઈપણ સંજોગોમાં પેપરલીકના બનાવો રોકાવા જોઈએ. તેના માટે કડક કાયદો લાવવો પડે તો તે પણ લાવવો જોઈએ. વર્ષ 2017માં જામનગરના ધુતારપર ગામમાં મંજૂરી વગર જાહેરસભા સંબોધવા માટે હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. આજે આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં હાર્દિક પટેલે જામનગર કોર્ટમાં હાજરી આપી હતી.

કાયદાકીય પગલાં લેવાશે અને સરકાર ખૂબ કડક છે
પેપર લીકકાંડમાં રાજ્યમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભાજપના નેતાઓએ આ મુદ્દે અકળ મૌન ધારણ કર્યુ છે. કોઈપણ ઘટના મુદ્દે ટ્વિટ પર ટ્વિટ કરતાં ભાજપના નેતાઓએ આ મુદ્દે હજુ સુધી એક પણ ટ્વિટ કર્યુ નથી. ત્યારે રાજ્યભરમાં એનએસયુઆઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.આ વચ્ચે આંદોલનકારી નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મૌન તોડ્યું છે. આ તેમણે કહ્યું કે, આરોપીને પકડવામાં આવ્યાં છે ત્યારે કાયદાકીય પગલાં લેવાશે અને સરકાર આ મામલે ખૂબ કડક છે.

હાર્દિક પટેલ જામનગરની કોર્ટ સમક્ષ હાજર થયા
જામનગર તાલુકાના ધુતારપર ધુળસીયા ગામમાં ૨૦૧૭ ની સાલમાં મંજૂરી વિના રાજકીય સભા યોજવા મામલે ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં આજે તારીખ હોવાથી ધારાસભ્ય હાર્દિક પટેલ અદાલત સમક્ષ હાજર થયા હતા.૨૦૧૭ ની સાલમાં ધુતારપર-ધુળસીયા ગામમાં એક શાળામાં શૈક્ષણિક સભાની મંજૂરી લેવામાં આવી હતી. જે સભામાં હાર્દિક પટેલે પાટીદાર નેતા તરીકે હાજર રહ્યા પછી રાજકીય સભા અને સંબોધી હતી. જે મામલે પંચકોષી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, અને અદાલતમાં ચાર્જસીટ કરાયું હતું. દરમિયાન આજે અદાલતની તારીખ હોવાથી ધારાસભ્ય હાર્દિક પટેલ જામનગરની કોર્ટ સમક્ષ હાજર થયા હતા. આ વેળાએ તેઓ સાથે એડવોકેટ દિનેશ વિરાણી પણ જોડાયા હતા.
READ ALSO
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ
- દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી
- ચાણક્ય નીતિ : જો તમે તમારા કરિયરમાં ઉંચાઈ પર પહોંચવા માંગો છો, તો આ 5 ભૂલો ન કરો, મંઝિલ પર પહોંચવું સરળ બનશે
- ઉત્તરપ્રદેશમાં જયંત ચૌધરી અને અખિલેશ યાદવના ગઠબંધન વાળા નિવેદન ઉપર શા માટે ચૂપ છે પલ્લવી પટેલ?