GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

પાલનપુર સબજેલમાં કેદ પૂર્વ IPS સંજીવ ભટ્ટને મળવા જતા હાર્દિક પટેલની કરાઈ અટકાયત

બનાસકાંઠાના પાલનપુર સબજેલમાં કેદ પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મળવા જતા હાર્દિક પટેલ સહિત 28 લોકોની પોલીસે અટકાયત કરી અને બાદમાં હાર્દિક પટેલને છોડી મુકાયો હતો.

ગુરૂવારે રક્ષા બંધન હોવાથી પાલનપુર સબજેલમાં બંધ સંજીવ ભટ્ટને રાખડી બાંધવા માટે 200થી વધુ બહેનો પાલનપુર સબજેલ પહોંચી હતી. તેમની સાથે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ સંજીવ ભટ્ટને મળવા પહોંચી રહ્યો હોવાનો પોલીસને મેસેજ મળ્યો હતો.જેથી પોલીસે જેલ તરફના રસ્તે બેરીકેટેડ ગોઠવી દીધા હતા. અને પાલનપુર હાઈવે પરથી જ તેની અટકાયત કરી દેવાઈ હતી.

તેમજ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો. જ્યાં હાર્દિક પટેલ સાથે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને પણ પાલનપુર પોલીસ મથકે લઈ જવાયા. હાર્દિક પટેલની અટકાયત કરતાં પાટીદાર સમાજના લોકો રોષે ભરાયા હતા.તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ સરકાર પર પ્રહાર કર્યો.

READ ALSO

Related posts

ટીમ ઇન્ડિયાનો આ ઓલરાઉન્ડર બનશે પિતા, ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી જણાવ્યુ

Mansi Patel

કાલથી શરૂ થશે અમદાવાદની લાઈફ લાઈન કહેવાતી AMTS, આ ગાઈડલાઈનનુ કરવું પડશે પાલન

Nilesh Jethva

અમદાવાદના તમામ બ્રિજ અવર જવર માટે ખુલ્લા મુકાયા, AMC માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની યાદી કરશે જાહેર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!