GSTV
Home » News » હાર્દિક પટેલ કોંગ્રેસનો નેતાઃ રાહુલજી આવ્યા ખેસ પહેરાવ્યો અને ચાલ્યા ગયા

હાર્દિક પટેલ કોંગ્રેસનો નેતાઃ રાહુલજી આવ્યા ખેસ પહેરાવ્યો અને ચાલ્યા ગયા

જે દિવસની રાહ કેટલાક લોકો જોઈ રહ્યા હતા તે 12 માર્ચનો દિવસ આવી ગયો છે. રાજનીતિમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવવાનો હતો જે હવે જોડાઈ ગયો છે. રાહુલ ગાંધીના હસ્તે હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. સવારથી હાર્દિક પટેલ કોંગ્રેસના સંમેલનમાં હાજરી દેવા પહોંચી ગયો હતો.

જો કે હાર્દિક પટેલને ખેસ પહેરાવી દીધો અને ક્યારે હાર્દિક કોંગ્રેસમાં જોડાઈ ગયો તે ખબર પડી નહોંતી. જો કે હાર્દિક પટેલ રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાથે મંચ બેઠો હતો. પણ ન તો પ્રિયંકાએ અને ન તો રાહુલ ગાંધીએ તેનો ઉલ્લેખ કર્યો, તો આગામી સમયમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં કેટલો કદ્દાવર નેતા બનશે તે જોવું રહ્યું છે.

પાસ કન્વીનર હાર્દિક પટેલ કોંગ્રેસમાં સત્તાવાર સામેલ થાય તે પહેલા તે સરદાર પટેલ સ્મારક પહોંચ્યો હતો. જ્યાં તેણે પક્ષ નક્કી કરશે ત્યાંથી ચૂંટણી લડવાની વાત કહી હતી. અનેરા ઉત્સાહ સાથે સરદાર પટેલ સ્મારક પહોંચેલા હાર્દિકે પહેલા તો વેઈટિંગ રૂમમાં બેસવાનો વારો આવ્યો હતો. કારણ કે, કોગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી હતી. આ પહેલા સૂત્રોના હવાલાથી એવા સમાચાર આવ્યા હતા કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હાર્દિક સાથે મુલાકાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.

હાર્દિક પટેલને રાહ જોવી પડી

કોંગ્રેસમાં જોડાયા પહેલા પાસ નેતા હાર્દિક પટેલે પૂર્વ મુખ્યમંત્રી તેમજ પાટીદાર નેતા કેશુભાઈ પટેલના આશીર્વાદ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માટે હાર્દિકે કેશુભાઈને મળવાનો સમય માંગ્યો હતો. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેશુભાઈ પટેલે હાર્દિક સાથે મુલાકાત કરવાનું ટાળી દીધું છે. ઉલ્લેખનીય છે કે કેશુબાપા હાલ સક્રિય રાજકારણથી દૂર છે.

Related posts

લોકસભાની આ ૭૮ બેઠકો બદલી શકે છે ચૂંટણીનું ગણિત, એના પરથી જ નકકી થશે પક્ષોનું ભાવિ…..

Dharika Jansari

સક્કરટેટીનો સારો પાક આવ્યો હતો, પણ ખાનગી કંપનીનું માની દવાનો છંટકાવ કરતાં પાક સુકાઈ ગયો

Mayur

પાકિસ્તાનીઓ પણ જોઈ શકશે ભારતનાં LIVE ચૂંટણી પરિણામો, ઉચ્ચ કમિશન દ્વારા કરાઈ ખાસ વ્યવસ્થા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!