GSTV

ઊંઝાના મહાયજ્ઞમાં પત્ની સાથે હાર્દિક નહીં હવે આ બેસશે, હાર્દિકે હ્રદયસ્પર્શી લખ્યો આ લેટર

મહેસાણાના ઊઁઝા ખાતે આવતીકાલથી શરૂ થવા જઈ રહેલા લક્ષચંડી મહાયજ્ઞના યજમાનોની દેહશુદ્ધિ કરવામાં આવી છે. વૈજનાથ મહાદેવના મંદિરોમાં લક્ષચંડી યજ્ઞમાં બેસનારા 9 મુખ્ય યજમાનો સહિત 108 યજમાનોની દેહશુદ્ધિ કરવામાં આવી છે. હાલમાં સૌથી વધારે ચર્ચાતો પ્રશ્ન છે હાર્દિકની ઊંઝામાં હાજરીનો છે.

હાર્દિક પટેલે આજે ઓપન લેટર લખ્યો છે કે, પાટીદાર સમાજની કુળદેવી શ્રી ઉમિયા માતાજી-ઊંઝા સંસ્થા દ્વારા તારીખ 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ લક્ષચંડી યજ્ઞમાં સમગ્ર ભારતમાંથી માં ઉમિયાના ભાવિકભક્તો ઉપસ્થિત રહેવાના છે. આ લક્ષચંડી યજ્ઞમાં હું એટલે હાર્દિકકુમાર ભરતભાઈ પટેલ યજમાન તરીકે જોડાયો છે. સરકારની કિન્નાખોરીના કારણે છેલ્લા 4 વર્ષથી મહેસાણા જિલ્લામાં મને પ્રવેશ ના મળતો હોવાથી આ મહાયજ્ઞમાં જોડાઈ શકું તેમ નથી. મારી ધાર્મિક લાગણી દુભાવવાનું કામ આ સરકાર કરી રહી છે.


માતાજીના કામમાં ઘણા વિઘ્નો આવે છે પરતું હું અને મારો પરિવાર હાર માનવાના નથી. લક્ષચંડી મહાયજ્ઞના યજમાન બન્યા હોવાથી અમારે યજમાન તરીકે હાજર રહેવું ખૂબ જ જરૂરી છે. તેવા સંજોગોમાં મેં તથા મારી ધર્મપત્ની કિંજલ પટેલે એવું નક્કી કર્યું છે કે, લક્ષચંડી મહાયજ્ઞમાં મારી ધર્મપત્ની કિંજલ પટેલ માપા નામનું શુભ અને ધાર્મિક કુંભ લઇને મહાયજ્ઞના યજમાન બની રહેશે. મારી હાજરી શુભ અને ધાર્મિક કુંભ બનશે.

ઉંઝા ખાતે લક્ષચંડી હવનમાં હાજરી આપવાનું હાર્દિક પટેલનું સપનું રોળાતુ દેખાઈ રહ્યું છે. હાર્દિકના વકીલે જવાબ રજૂ કરવા કોર્ટ પાસે સમય માંગ્યો છે. ઉમિયા ધામમાં હાર્દિક પટેલને લક્ષચંડી હવનમાં હાજરી આપવી છે. સરકાર તરફે આજે કોર્ટમાં એડિશનલ એફિડેવિટ રજુ કરાયું હતું. હાર્દિકની મહેસાણામાં પ્રવેશ મામલે વધુ સુનાવણી 19 મી ડિસેમ્બરે હાથ ધરાશે. ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણામાં પ્રવેશ કરવા માટે હાર્દિકે કોર્ટ પાસે પરવાનગી માંગી છે. હાર્દિકે 15 ડિસે.થી 24 ડિસે.સુધી હાજર રહેવા પરવાનગી માંગી હતી. વિસનગરમાં થયેલા કેસમાં મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી હટાવવા હાર્દિકે અગાઉ પણ પ્રયાસો કર્યા છે. જેમાં તેને સફળતા મળી નથી. હાલમાં પાટીદાર સમાજનો સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. હાર્દિક પટેલ પણ કડવા પાટીદાર છે. વિશ્વભરમાંથી કડવા પાટીદારો ઉમટી પડવાના હોવાથી હાર્દિક પટેલને આ મહોત્સવમાં હાજરી આપવી છે પણ કોર્ટનો આદેશ નડી રહ્યો છે. 18મીથી આ કાર્યક્રમ ચાલું થઈ જશે પણ આ કેસની સુનાવણી 19મીએ થવાની છે. જેથી કોર્ટ મંજૂરી આપે તો પણ પ્રથમ દિવસ તો હાર્દિક ગુમાવશે એ ફાયનલ છે.

વિસનગરના કેસમાં હાઇકોર્ટે હાર્દિકને શરતી જામીન આપ્યા હતા. તેવી જ રીતે રાજદ્રોહના કેસમાં પણ તેને શરતી જામીન મળ્યા છે. વિસનગર કેસની મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધની શરત ચાલુ છે. તેથી ગુજરાતમાં હોવા છતાંય હાર્દિક પોતાના વતન, માતાજીના સ્થાનક અને પાટીદારની બહોળી સંખ્યા ધરાવતા મહેસાણામાં જઇ શકતો નથી. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં પણ તે મહેસાણા ખાતે જોડાઇ શકતો નથી. વિસનગરમાં ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના મામલે હાઇકોર્ટે હાર્દિકને જામીન આપતી વખતે મહેસાણામાં નહીં પ્રવેશવાની શરત મૂકેલી છે.

READ ALSO

Related posts

રાજ્યમાં કોરોનાનાં વ્યાપમાં થયો ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં 1021 નવા દર્દીઓ સાથે 6નાં મોત તો 1013 લોકો થયા સાજા

Mansi Patel

વડોદરાવાસીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ઘરમા જ બોલાવી ગરબાની રમઝટ

Nilesh Jethva

OnePlusના આ ચાર ફોનમાં આવી રહ્યા છે અપડેટ: બદલાઈ જશે ખાસ ફીચર્સ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!