GSTV
Home » News » સુરતમાં પાટીદાર નેતાઓના ઉપવાસ છાવણીમાં હાર્દિક પટેલ પહોંચ્યો, કહ્યું પારણા કરો

સુરતમાં પાટીદાર નેતાઓના ઉપવાસ છાવણીમાં હાર્દિક પટેલ પહોંચ્યો, કહ્યું પારણા કરો

સુરતમાં ધાર્મિક માલવીયા સહિત નિકુંજ કેવડિયાની ઉપવાસી છાવણીની હાર્દિકે મુલાકાત કરી. આ સાથે હાર્દિકે ધાર્મિક અને નિકુંજને પારણા કરી લેવા આહવાન કર્યું હતું. મુલાકાત દરમિયાન હાર્દિકે જણાવ્યું કે,ત્રણ વર્ષ અગાઉ પાટીદાર અનામત આંદોલન વેળાએ યુવાનો પર થયેલા કેસમાં રાજ્યના ગૃહમંત્રીએ ગુજરાત વિધાનસભામાં તમામ યુવાનોને પાંચથી સાત વર્ષની સજા થાય તેવી રજૂઆત સાથે જોગવાઈ કરી છે. જે ખુબજ દુઃખની બાબત છે. વર્ષ 2017ની ચૂંટણી પહેલા સરકારે જણાવ્યું હતું કે, પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચી લેવામાં આવશે. પરંતુ આજે વિધાનસભાની અંદર જે પ્રકારે જોગવાઈ અને રજૂઆત કરવામાં આવી છે. તેના પરથી નક્કી થયું છે કે ભારતીય જનતા પાર્ટીની કોઈ નીતિ અથવા સિદ્ધાંત નથી.

Related posts

મુકેશ અંબાણીના પુત્રમાં શક્ય હતી આ વાતો, બીજા તો સપનામાં પણ ના વિચારી શકે

Path Shah

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar

મમતા બેનરજીનાં માર્ગે ગુજરાત સરકાર, હાર્દિક પટેલને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી..પછી?

Riyaz Parmar