હાર્દિક પહોંચ્યો તલ્લી બાંભોર, રૂપાણી સરકારને ઝાટકીને કાઢ્યો આ બળાપો

ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક ખાનગી કંપનીના માઇનિંગનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલે મુલાકાત કરી છે. પોલીસે ખેડૂતો પર દમન કરતા હાર્દિકે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. હાર્દિકે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ભાજપની સરકાર ખેડૂત વિરોધી છે. ખેડૂતો પોતાના હકની વાત કરે તો તેના પર લાઢી વરસાવવામાં આવે છે. બીજી ડિસેમ્બરે તલ્લી બાંભોર ગામે ખેડૂતોએ માઈનિંગનો વિરોધ કરતા પોલીસે ખેડૂતો પર ટિયર ગેસના સેલ છોડી લાઢીચાર્જ કર્યો હતો.ઘટનાને પગલે તલ્લી બાંભોર નજીક મોટી સંખ્યામાં પોલીસને ખડકી દેવામાં આવી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter