GSTV
Gujarat Government Advertisement

અમારી પાર્ટી પાસે 65 ધારાસભ્યો છે, સરકાર અમને કામ બતાવે, અમે સાથે મળીને જનતાની મદદ કરીશું

Last Updated on April 17, 2021 by Pravin Makwana

ગુજરાત કોંગ્રેસના નેતા અચાનક અજ્ઞાતવાસમાંથી બહાર આવ્યા છે અને ટ્વિટ કરીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને અપીલ કરી છે. હાર્દિક પટેલે એક ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, શ્રી વિજયભાઈ રૂપાણી, હું આપને વિનંતી કરુ છુ કે, કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી પાસે 65 ધારાસભ્યો છે, તો અમને પણ કામ બતાવો જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષ સાથે મળીને જનતાનું કામ કરવુ જોઈએ. સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ કામ આપશે તે સાથે મળીને લોકોનું કામ કરીશ. લોકો ખૂબ જ તકલીફમાં છે. અભિમાન છોડો અને જનતાનું વિચારો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત

ગુજરાતમાં ઓક્સિજનની અછત વચ્ચે હવે સરકાર રાજ્યના ઓક્સિજન પ્લાન્ટ પર સીધું મોનિટરિંગ કરશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઓક્સિનના મોનિટરિંગના આદેશ આપ્યા છે. જે અંતર્ગત દરેક ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટથી હોસ્પિટલ સુધી જનારા સપ્લાય વાહન પર પોલીસ મોનિટરિંગ રાખશે. હાલ રાજ્યમાં 800 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ થઇ રહ્યો છે. બીજી તરફ અન્ય રાજ્યો પણ ઓક્સિજનના જથ્થાની ગુજરાત પાસે માંગ કરી રહ્યા છે. પરંતુ હાલ અન્ય રાજ્યોનો ઓક્સિજનનો જથ્થો ન આપવા મુખ્યપ્રધાને સૂચના આપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

સંકટ વચ્ચે રાહત/ રાજ્યમાં કેસોમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8 હજાર 210 સંક્રમિતો નોંધાયા

pratik shah

સુરત/ તૌકતે વાવાઝોડાની અસર બપોર પછી દેખાવાની શરૂ થઈ, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!