GSTV
Home » News » હાર્દિક કથિત CD કાંડ: ભાજપના કાર્યકરોએ શક્તિસિંહ ગોહિલના પૂતળાનું દહન કર્યુ

હાર્દિક કથિત CD કાંડ: ભાજપના કાર્યકરોએ શક્તિસિંહ ગોહિલના પૂતળાનું દહન કર્યુ

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આપેલા નિવેદન બાદ વિરોધનો વંટોળ વકર્યો છે. પાસ નેતા હાર્દિક પટેલની કથિત સીડી બહાર આવ્યા બાદ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, હાર્દિક પટેલમાં સરદાર પટેલનું ડીએનએ છે. કોંગ્રેસના નેતાના વિવાદીત નિવેદનને પગલે ભાજપના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. તેમજ પાટીદારોમાં રોષ ફાટી નિકળ્યો છે. રોષે ભરાયેલા ભાજપના કાર્યકરો સહિતના પાટીદારોએ મહેસાણાના શ્રી કમલમ પીલાજીગંજ ખાતે રેલી યોજી તોરણવાડી માતાજીના ચોકમાં પુતળું સળગાવ્યું અને પોસ્ટર પર જૂતાનો હાર પહેરાવ્યો. ઉપરાંત અમદાવાદ, આણંદ અને દાહોદમાં ભાજપના કાર્યકરોએ પૂતળાદહન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદ: ભાજપ દ્વારા કોંગ્રેસના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

અમદાવાદના ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે મહિલા કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ પુતળા દહનને બદલે માત્ર કાગળીયાં જ સળગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલનો કથિત વીડિયો વાયરલ થયાં બાદ કોંગ્રેસે હાર્દિક પટેલમાં સરદાર પટેલનું ડીએનએ છે, તેવું નિવેદન કર્યુ હતું. જેથી રોષે ભરાયેલા ભાજપના કાર્યકર્તાઓએ શક્તિસિંહના પુતળાનું દહન કર્યું હતું. તો ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

આણંદ: ભાજપના કાર્યકરોએ શક્તિસિંહના ગોહિલના પૂતળાનું દહન કર્યુ

આણંદના ગોપાળ ચોકડી પર શક્તિસિંહના ગોહિલના પૂતળાનું દહન કરવામાં આવ્યુ. શક્તિસિંહે હાર્દિક પટેલમાં સરદાર પટેલનો ડિએનએ હોવાનું નિવેદન કર્યુ હતુ. બાદમાં આ સમગ્ર નિવેદનને લઇને વિવાદ વકર્યો હતો અને શકિતસિંહના આ નિવેદન સામે રોષ પ્રગટ કરવા માટે ભાજપ કાર્યકરોએ પૂતળા દહન કર્યુ હતું.

સુરત: બારડોલીમાં ભાજપ દ્વારા શક્તિસિંહ ગોહિલના પૂતળાનું દહન કરાયું

સુરત જિલ્લાના બારડોલીમાં સરદાર ચોક ખાતે ભાજપ દ્વારા શક્તિસિંહ ગોહિલનું પૂતળું સળગાવવામાં આવ્યું. સરદાર પટેલ વિશે કરેલા નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જાહેર માર્ગ પર પુતળું સળગાવવામાં આવ્યું તો સામે પોલીસ પણ મુક પ્રેક્ષક બની હતી.

મહેસાણા અને દાહોદમાં ભાજપના યુવા મોરચા દ્વારા શક્તિસિંહના પૂતળાનું દહન

મહેસાણામાં ભાજપ અને પાટીદારો દ્વારા શક્તિસિંહનો વિરોધ કરવામાં આવ્યો છે. મહેસાણામાં રેલી કાઢી શક્તિસિંહના પૂતળાનું દહન કરવામાં આવ્યું. તો બીજી બાજુ દાહોદમાં પણ ભાજપના યુવા મોરચા દ્વારા નગરપાલિકા ચોક ખાતે શક્તિસિંહના પૂતળાનું દહન કરવામાં આવ્યું. વિરોધ દરમ્યાન ભાજપના કાર્યકર્તા અને પોલીસના જવાનો વચ્ચે પૂતળા બાળવા મુદ્દે ઝપાઝપી સર્જાઈ હતી.

Related posts

પીએમ મોદી રાજધર્મનું પાલન કરે, દેશને વાજપેયી યાદ આવ્યા : મનમોહને આ ઘટનાને ગણાવી રાષ્ટ્રીય શરમ

Karan

જામનગર : ભરતીમાં થયેલી ગેરરીતિનો કોઈ જવાબ ન મળતા બે વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા પહોંચ્યા

pratik shah

અમિત શાહના રાજીનામા માટે સોનિયા ગાંધી થયા આક્રમક, આજે રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા

Karan
Do NOT follow this link or you will be banned from the site!