GSTV
Home » News » એક નહી અનેક યુવતીઓ સાથે ‘ડર્ટી ટૉક’ કરી ચુક્યો છે હાર્દિક પંડ્યા, મળી જાહેર કરવાની ધમકી

એક નહી અનેક યુવતીઓ સાથે ‘ડર્ટી ટૉક’ કરી ચુક્યો છે હાર્દિક પંડ્યા, મળી જાહેર કરવાની ધમકી

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને ઓપનર લોકેશ રાહુલે ‘કોફી વિથ કરન’ ટીવી શૉમાં બેશર્મ અને અશ્લીલ કોમેન્ટ્સ કરતાં ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હાર્દિકે જિંદગીની અંગત પળોનો જાહેરમાં ખુલાસો કરવાની સાથે લોકેશ રાહુલ તેમજ હોસ્ટ કરન જોહરની સાથે મહિલાઓ અંગે જે પ્રકારની કોમેન્ટ્સ કરી હતી, તેનાથી ઉગ્ર વિવાદ સર્જાયો છે.

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ‘કૉફી વિથ કરણ’માં આપેલા વિવાદિત નિવેદન બાદ માફી તો માંગી લીધી છે પરંતુ તે પછી પણ તેની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. બોલીવુડ ન્યૂઝ આઉટલેટ KRK Box Officeએ ધમકી આપી છે કે તે ટૂંક સમયમાં પંડ્યાની મુશ્કેલી વધારશે. તેણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે તે ખુલાસો કરશે કે પંડ્યા કેટલો ખરાબ વ્યક્તિ છે.
કૉફી વિથ કરણમાં હાર્દિકની સાથે કેએલ રાહુલ પણ હતો, જો કે રાહુલે તો મર્યાદામાં રહીને જવાબ આપ્યા હતા પરંતુ પંડ્યાએ તમામ હદો વટાવી નાંખી હતી.

KRK Box Officeએ જણાવ્યું કે, તે ટૂંક સમયમાં એક નવી એક્ટ્રેસ સાથે થયેલી વાતચીત જાહેર કરશે. તેણે ટ્વિટ કર્યુ કે, અમે કેટલીક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ સાથે હાર્દિક પંડ્યાની વાતચીત સૌની સામે જાહેર કરીશુ. ત્યારે દુનિયાને જાણ થશે કે તે કેટલો ખરાબ છે.

આ શૉમાં પંડ્યાએ તે વાત કબૂલી હતી કે તે અનેક મહિલાઓ સાથે રિલેશનમાં રહ્યો છે અને તે પોતાના માતા-પિતા સાથે પણ ખૂબ જ ઓપન છે. તેણે જણાવ્યું કે જ્યારે પહેલીવાર તેમણે વર્જીનીટી તોડી હતી ત્યારે તેણે પોતાના પેરેન્ટ્સને જણાવ્યું હતું કે, આજે હું કરીને આવ્યો છુ. હાર્દિક પંડ્યાનું નામ એલી અવરામ અને ઇશા ગુપ્તા સાથે જોડાઇ ચુક્યું છે. તેવામાં કેએલ રાહુલનું નામ પણ બોલીવુડ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ સાથે જોડાયું હતું. જો કે બંનેએ શૉ દરમિયાન કહ્યું કે તેઓ સિંગલ છે.

Read Also

Related posts

અયોધ્યામાં બાબરે જ રામ મંદિર બનાવડાવ્યું હતું : મુસ્લિમ પક્ષના વકીલ

Mayur

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની, શહેરના પ્રશ્નોને લઈને વિપક્ષ આકરા પાણીએ

Nilesh Jethva

વીજળી વિભાગના અધિકારીને દંડ ફટકારતાં પોલીસ સ્ટેશનનું કનેક્શન જ કટ, જેવા સાથે તેવા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!