GSTV

પ્રેગનેન્ટ નતાશા સ્ટેનકોવિકે હાર્દિક પંડ્યા સાથે કરાવ્યુ રોમેન્ટિક ફોટોશૂટ, વાયરલ થઇ રહ્યાં છે Photos

નતાશા

Last Updated on July 28, 2020 by Bansari

બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. નતાશા આ દિવસોમાં તેના પ્રેગ્નેન્સીના તબક્કાની ખૂબ મજા લઇ રહી છે. આવી સ્થિતિમાં નતાશાએ પતિ અને ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર અને અત્યંત લોકપ્રિયતા ધરાવતો હાર્દિક અને નતાશા બંને છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર તેમના નવા ફોટોશૂટની તસ્વીરો શેર કરી રહ્યા છે.

બંનેની રોમેન્ટિક સ્ટાઇલ તસ્વીરોમાં જોઇ શકાય છે.

આ તસ્વીરમાં ખુલ્લા આકાશ નીચે હાર્દિક અને નતાશા એક બીજાના હાથમાં હાથ પકડીને સારો સમય ગાળતાં જોવા મળી રહ્યા છે.

હાર્દિક અને નતાશાએ તેમના ઘરે આવનારા નવા મહેમાનના સ્વાગત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. નતાશા પોતે પણ તેના પ્રેગ્નેન્સીના સમયગાળાની ખૂબ મજા લઇ રહી છે.

હાર્દિક અને નતાશાએ આ વર્ષના પ્રથમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરી 2020ના રોજ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને કહ્યું હતું કે, બંનેની દુબઈમાં સગાઈ થઈ ગઈ છે.

તે સમયે દંપતીની સગાઈના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. નતાશા મૂળ સર્બિયાની છે.

તે 2013ની બોલિવૂડ ફિલ્મ ‘સત્યાગ્રહ’ના આઈટમ સોંગમાં જોવા મળી હતી. નતાશા રેપર બાદશાહના મ્યુઝિક વીડિયો ‘ડીજે વાલે બાબુ મેરા ગાના બજા દે’થી ખૂબ પ્રખ્યાત થઇ હતી.

Read Also

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!