GSTV
Home » News » બેબી સ્ટેપ પછી વ્હીલ ચેર… સર્જરી બાદ હોસ્પિટલના ખાટલેથી ઊઠ્યો હાર્દિક પંડ્યા, વીડિયો વાયરલ

બેબી સ્ટેપ પછી વ્હીલ ચેર… સર્જરી બાદ હોસ્પિટલના ખાટલેથી ઊઠ્યો હાર્દિક પંડ્યા, વીડિયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમનો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા લંડનમાં પીઠની સફળ સર્જરી બાદ હવે ઊભો થઈ શકે છે અને ધીમાં ડગલે ચાલી પણ શકે છે. 25 વર્ષના આ ઑલરાઉન્ડર ક્રિકેટરે તેના ટ્વિટર અકાઉન્ટ પર તેની હાલની સ્થિતિ વિશે જાણકારી આપી છે.

પંડ્યાએ મંગળવારે રાત્રે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હોસ્પિટલના બેડ પરથી ઊઠ્યા બાદ સફારો લઈને ધીમાં પગલે ચાલી શકે છે, ત્યારબાદ વ્હીલચેર પર બેસી જાય છે. તે કૉરિડોરમાં જાતે જ વ્હીલચેર ચલાવતો પણ જોવા મળે છે. અંતે એકવાર ફરી ચાલતો જોવા મળે છે, ફિઝિયોથેરાપિસ્ટ યોગેશ પરમાર તેની સાથે લંડનમાં છે.

તેણે વીડિયો શેર કરી સાથે લખ્યું છે- નાનાં પગલાં …. પરંતુ મારી આખી ફિટનેસ અહીંથી શરૂ થાય છે અને હવે બધાંને સમર્થન અને શુભકામનાઓ માટે ધન્યવાદ. તે બહુ મહત્વનું છે.

આ પહેલાં હાર્દિકે શનિવારે એક ફોટો શેર કરી લખ્યું હતું, “સર્જરી સફળ રહી. તમારાં બધાંની શુભકામનાઓ બદલ આભાર. બહુ જલદી પાછો ફરીશ. ત્યાં સુધી મને યાદ કરો.”

હાર્દિક પંડ્યાએ બેંગલુરૂમાં સાઉથ આફ્રિકા સામે 22 સપ્ટેમ્બરે ભારતની અંતિમ ટી-20 મેચ બાદ પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમે ઈંગ્લેન્ડમાં કરોડરજ્જુના હાડકાની વિશેષ પેનલ સાથે વાત કરી અને તેમણે સર્જરીની સલાહ આપી હતી.

હાર્દિક પંડ્યાને લગભગ ચાર મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું પડી શકે છે, તો એવું પણ કહેવામાં આવે છે, હાર્દિક આઈપીએલ પહેલાં ફિટ થઈ જશે.

Related posts

ભાજપ જીતવા માટે કરી રહી છે મરણિયા પ્રયાસો પણ આ સમસ્યાઓ પડશે સરકારને ભારે

Nilesh Jethva

ચાની હોટલ પર આતંક મચાવનારનો પોલીસે કાઢ્યો વરઘોડો, ચાના પૈસા માગતાં થઈ હતી બબાલ

Nilesh Jethva

દિવસે લેવામાં આવેલી ઉંઘની અસર હૃદય પર આવી રીતે પડે છે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!