આ ધાકડ ખેલાડીને ઓસ્ટ્રેલિયા સામેની વન ડે-T20માંથી કરાયો બહાર, ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધી

ભારતની યજમાનીમાં ઓસ્ટ્રેલિયા સામે 24 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ટી-20 અને વન ડે સીરીઝ પહેલાં ટીમ ઇન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પીઠમાં માંસપેશિયોના ખેંચાણના કારણે સીરીઝમાંથી બહાર થવું પડ્યું છે. તેના સ્થાને 5 મેચોની વન ડે સીરીઝમાં રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ થવું પડ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે આ જાણકારી આપી છે.

બીસીસીઆઇએ જણાવ્યું કે, બોર્ડની મેડીકલ ટીમે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવાનો નિર્ણય લીધો છે. તેને લૉઅલર બેકની સમસ્યાના ઉપચાર માટે બેંગલોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જવાની સલાહ આપવામાં આવી છે. તે ત્યાં આગામી અઠવાડિયે જશે.

ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝ માટે હાર્દિકના સ્થાને કોઇ અન્ય ખેલાડીને સામેલ કરવામાં નથી આવ્યો અને ટીમમાં 14 ખેલાડી હશે. સાથે જ વન ડે સીરીઝ માટે રવિન્દ્ર જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે.  

જણાવી દઇ કે ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 સીરીઝની પહેલી મેચ 24 ફેબ્રુઆરીના રોજ વિશાખપટ્ટનમમાં રમાશે. બીજી મેચ 27 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં રમાશે. બંને મેચ સાંજે 7 વાગ્યે રમાશે. તે બાદ બંને ટીમો 5 મેચની વન ડે સીરીઝ રમશે. જે 2 માર્ચે શરૂ થશે.

ભારતની ટી 20 ટીમ –

વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, રિષભ પંત, કૃણાલ પંડ્યા, જસપ્રીત બુમરાહ, વિજય શંકર, યુજવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કૌલ અને મયંક માર્કંડેય .

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter