GSTV
Home » News » એક મહિનાના બ્રેકમાં શું કર્યું હાર્દિક પંડ્યાએ? હવે ખૂલ્યો રહસ્ય પરથી પડદો…

એક મહિનાના બ્રેકમાં શું કર્યું હાર્દિક પંડ્યાએ? હવે ખૂલ્યો રહસ્ય પરથી પડદો…

હાર્દિક પંડ્યાને વેસ્ટઈન્ડીઝના પ્રવાસ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. પંડ્યાએ આ બ્રેક દરમિયાન આરામ કરવાની જગ્યાએ મહેનત કરવાનું પસંદ કર્યું. આ દરમિયાન હાર્દિક દિવસમાં બે વાર ટ્રેનિંગ કરતો હતો. મુંબઈમાં ભારે વરસાદના કારણે ટ્રેનિંગ લેવામાં તકલીફ પડવા લાગી તો બરોડા જતો રહ્યો.

પંડ્યાની સાઉથ આફ્રીકા સામેની ત્રણ મેચોની ટી20 સીરીઝ રવિવારથી શરૂ થશે. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, બ્રેક દરમિયાન તેણે ફિટનેસ માટે મહેનત કરી. હવે તે દક્ષિણ આફ્રિકા સામે પડકાર માટે તૈયાર છે.

પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, “મારા માટે આ બ્રેક ખૂબજ મહત્વનો હતો, કારણકે આપીએલ ખૂબજ લાંબી રહી અને ત્યારબાદ વર્લ્ડકપ હતો. બંને ટૂર્નામેન્ટમાં મેં સારું પ્રદર્ષન કર્યું. હું માઉં શ્રેષ્ઠ કરવાનું પ્રયત્ન કરી રહ્યો હતો અને આ માટે મારા શરીરને થોડા આરામની જરૂર હતી. કારણકે ઈલાજ કરતાં બચાવ વધારે મહત્વનો હોય છે. આ જ સમયે ટીમ મેનેજમેન્ટે પણ મને આરામ આપવાનો નિર્ણય લીધો. હું સાઉથ આફ્રિકા સીરીઝમાં પાછો ફરીશ.”

આ બ્રેક બાદ તેની ફિટનેસમાં ઘણો સુધારો થયો છે. હવે હાર્દિક માટે ટાર્ગેટ આગામી ટી20 વર્લ્ડકપ છે. હાર્દિક ઓલરાઉન્ડર છે. એટલે તેને બેટિંગ અને બોલિંગ બંનેની પ્રેક્ટિસ કરવી પડે છે. જેથી તેને વધારે મહેનતની જરૂર પડે છે.

Related posts

હરિયાણવી ડાન્સરના ગીત ‘ઈશ્ક કા લાડા’ નું ટીઝર રીલિઝ, કાતિલ નજરથી દર્શકોને બેભાન કરશે સપના

Ankita Trada

સુરત : ત્રિપલ અકસ્માતમાં ગર્ભવતી મહિલા પોલીસકર્મીનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

IPL-2020ની ફાઈનલ મુંબઈમાં જ રમાશે : ગાંગુલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!