GSTV

હાર્દિકની સગાઈથી માતા-પિતા પણ હતા અજાણ, હવે ભાવિ સસરાએ નતાશા વિશે આપ્યુ છે આ નિવેદન

Last Updated on January 4, 2020 by Mansi Patel

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ સાથે સગાઈ કરીને નવા વર્ષની ધમાકેદાર શરૂઆત કરી હતી. આ કપલનાં ફોટા 1 જાન્યુઆરીથી ઇન્ટરનેટ પર છવાયેલા છે. સગાઈ બાદ મોટા ભાઈ કૃણાલે પણ પંડ્યા પરિવારમાં બંનેને આવકાર્યા હતા, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે હાર્દિકે માતાપિતાને કહ્યા વિના સગાઈ જેવો મોટો નિર્ણય લીધો હતો.

આ ઘટસ્ફોટ બીજા કોઈએ નહીં પરંતુ હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા દ્વારા કરવામાં આવ્યો છે. સગાઈના સમાચાર સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે કહ્યું, અમને ખબર હતી કે તે બંને દુબઈની રજા પર જવાના છે, પરંતુ બંનેની સગાઈ થઈ જશે, અમને તે વિશે કંઇ ખબર નહોતી. સગાઈના સમાચારોથી અમને આશ્ચર્ય થયું. બંનેની સગાઇ થઈ ગયા પછી અમને તેના વિશે જાણકારી મળી. ‘

તો સાથે જ, હાર્દિકના પિતાએ નતાશાને સારી છોકરી ગણાવી હતી. નતાશાના સસરાએ તેમના નાના પુત્રની ભાવિપત્ની નતાશા વિશે જણાવ્યું કે, “તે ખૂબ જ સરસ છોકરી છે અને અમે તેને મુંબઈમાં ઘણા પ્રસંગોએ મળ્યા છીએ.” સાથે જ તેમણે કહ્યું હતું કે લગ્નની તારીખો હજી નક્કી કરવામાં આવી નથી અને ટૂંક સમયમાં જ તેનો નિર્ણય લેવામાં આવશે.

આ પહેલા હાર્દિકના મોટા ભાઈ કૃણાલે સોશિયલ મીડિયા પર આ જોડીનું સ્વાગત કર્યું હતું. તેમણે નતાશા માટે લખ્યું, ‘હાર્દિક પંડ્યા અને નતાશાને ખૂબ ખૂબ અભિનંદન. નતાશા, અમારી ક્રેઝી ફેમિલીમાં તારા સામેલ થવાથી અમે ખૂબ જ ખુશ છીએ. મેડનેસમાં આપનું સ્વાગત છે !! તમને બંનેને ખૂબ જ પ્રેમ. ‘

ઉલ્લેખનીય છેકે, 1 જાન્યુઆરી 2020ના રોજ હાર્દિકે દુબઈના સમુદ્રમાં એક સ્પીડ બોટ પર પોતાની લેડીલવને પ્રપોઝ કર્યુ હતુ. આ તમામ ફોટા અને વીડિયોને હાર્દિક-નતાશાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા  હતા. આ પોસ્ટ પછી તરત જ, આ દંપતીને દેશ-વિદેશથી અભિનંદન મળવાનું શરૂ થયું હતુ.

READ ALSO

Related posts

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari

અમદાવાદ બગોદરા-સરખેજ હાઇવે બન્યો મગરનીપીઠ જેવો, વાહનચાલકોની હાલત બની અત્યંત કફોડી

pratik shah

કિર્લોસ્કર બ્રધર્સમાં પારિવારિક વિવાદ વધ્યો, કિર્લોસ્કર એક પ્રતિષ્ઠિત બ્રાંડ, દેશ-વિદેશમાં સ્થાપિત છે 14થી વધુ પ્લાન્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!