GSTV

હાર્દિક પંડ્યા બની ગયો પિતા, નતાશાએ આપ્યો ‘બેબી બૉય’ને જન્મ

Last Updated on July 30, 2020 by Bansari

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિડે દિકરાને જન્મ આપ્યો છે. હાર્દિકના પરિવારમાં નવા મહેમાનના આગમન પર તેના લાખો ફેન્સે સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી છે. નતાશા અને હાર્દિકની એક તસવીર ડિલિવરી પહેલા જ સોશિયલ મીડિયા પર આવી હતી જેમાં બંને ડિલિવરી માટે જતા જોવા મળી રહ્યાં છે.

View this post on Instagram

We are blessed with our baby boy ❤️??

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિકે દિકરાની એક તસવીર શેર કરી છે. તેની પહેલા તેણે નતાશા સાથે તસવીર શેર કરતાં કેપ્શન લખ્યું હતુ, કમિંગ સૂન.આ તસવીર સાથે તેણે ફેન્સને હિન્ટ આપી હતી કે તે ટૂંક સમયમાં પોતાના બાળકનો પિતા બનવા જઇ રહ્યો છે અને મૉમ ટુ બી નતાશા પણ આ ખાસ પળને લઇને ઉત્સુક છે.

હાર્દિક પંડ્યા અને નતાશા બંનેએ આ સમય ખૂબ જ સારી રીતે માણ્યો છે. બંનેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન, નતાશાએ તેની ઘણી તસવીરો લીધી અને લોકડાઉનનો મોટો ફાયદો એ થયો કે હાર્દિક તેની સાથે સતત રહેતો હતો. હાર્દિકના પહેલા બાળકના જન્મના સમાચાર બહાર આવ્યા બાદ હવે ચાહકો ઉત્સાહિત છે કે તે તેના બાળકનું નામ શું રાખશે. જોકે, હજી સુધી માહિતી જાહેર થઈ નથી. ક્રિકેટ ઉદ્યોગ અને મનોરંજન જગતના ઘણા લોકોએ પણ હાર્દિક અને નતાશાને માતાપિતા બનવા બદલ અભિનંદન આપ્યા છે.

તમને જણાવી દઇએ કે નતાશા ઘણી બોલીવુડની ફિલ્મો ઉપરાંત રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. સલમાન ખાનના શો ‘બિગ બોસ સીઝન 8’માં પણ નતાશા સ્પર્ધક તરીકે જોવા મળી હતી. ઇમરાન હાશમી અને ઋષિ કપૂરની ફિલ્મ ‘ધ બોડી’ના એક ગીતમાં નતાશા સ્ટેનકોવિક છેલ્લે જોવા મળી હતી. મૂળ રૂપથી નતાશા સર્બિયાની રહેવાસી છે. પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’થી તેણે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હાર્દિક અને નતાશાએ ગત વર્ષે દુબઇમાં સગાઇ કરી હતી. સગાઇ બાદ હાર્દિકે સોશિયલ મીડિયા પર ફેન્સને આ વિશે જાણકારી આપી હતી.હાર્દિક અને નતાશાએ આ વર્ષના પ્રથમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરી 2020ના રોજ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને કહ્યું હતું કે, બંનેની દુબઈમાં સગાઈ થઈ ગઈ છે.

તે સમયે દંપતીની સગાઈના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. નતાશા મૂળ સર્બિયાની છે.

તે 2013ની બોલિવૂડ ફિલ્મ ‘સત્યાગ્રહ’ના આઈટમ સોંગમાં જોવા મળી હતી. નતાશા રેપર બાદશાહના મ્યુઝિક વીડિયો ‘ડીજે વાલે બાબુ મેરા ગાના બજા દે’થી ખૂબ પ્રખ્યાત થઇ હતી.

Read Also

Related posts

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!