GSTV
Home » News » મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી કરવી પડી ભારે, હાર્દિક-રાહુલને મળી આટલી મોટી સજા

મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી કરવી પડી ભારે, હાર્દિક-રાહુલને મળી આટલી મોટી સજા

ટીવી શૉ કૉફી વિથ કરણ દરમિયાન મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણી માટે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કેએલ રાહુલની ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાંથી હકાલપટ્ટી થઇ ગઇ છે. બીસીસીઆઇના COA સાથે ઇમેઇલ સંવાદમાં આ જાણકારી મળી છે કે આ ખેલાડીઓ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવી શકે છે. જેમ કે હાર્દિક અને લોકેશ વિરુદ્ધ 15 દિવસ સુધી તપાસ સમિતી બેસાડવામાં આવી શકે છે. તેના અનુસાર પંડ્યા અને રાહુલ ઓસ્ટ્રેલિયા સામે સમગ્ર વન ડે સીરીઝમાંથી બહાર થઇ શકે છે. આ બંને ખેલાડીઓને ભારત પરત આવવું પડે તેવું પણ બને.

વડોદરાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હાર્દિક પંડયા વિવાદમાં સપડાયો છે. આક્ષેપો એવા છે કે હાર્દિક પંડયાએ એક ટેલિવિઝન શોમાં કરણ જોહરને આપેલા ઇન્ટરવ્યુમાં મહિલાઓ માટે અપમાનજનક વાતો કરી છે. આ મામલે બીસીસીઆઇએ પણ હવે હાર્દિક પંડયાને શો કોઝ નોટિસ આપીને ખૂલાસો કરવા કહ્યું છે.

મારો પરિવાર ખુલ્લી વિચારધારાવાળો

હાર્દિકે શોમાં કરેલી વાત અંગે બે દિવસથી સોશિયલ મિડિયામાં હાર્દિક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદને શાંત પાડવા માટે હાર્દિકે કાલે ટ્વિટર પર માફી પણ માગી લીધી છે પરંતુ વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. હાર્દિકે એક  ટેલિવિઝન શોમાં એવુ નિવેદન કર્યુ હોવાનું કહેવાય છે કે ‘મારો પરિવાર ખુલ્લી વિચારધારાવાળો છે. મે મારી જિંદગીમાં પહેલી વખત એક છોકરી સાથે જ્યારે સેક્સ કર્યુ ત્યારે તેની વાત પણ મે મારા ઘરમાં આવીને કરી હતી’

તેને પોતાને આ બાબતે અફસોસ છે

હાર્દિકના આ પ્રકારના નિવેદન સામે ભારે હોબાળો થયો છે ત્યારે આજે વડોદરા રહેતા હાર્દિકના પિતા હિમાંશુભાઇ પંડયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે ‘તેની  ભૂલ થઇ છે તો તેણે માફી માગી લીધી છે. તેને પોતાને આ બાબતે અફસોસ છે. હાર્દિક હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે એટલે આ બાબતે હજુ મારી તેની સાથે વાત થઇ નથી’

હું કશુ બોલવા માગતો નથી

હિમાંશુભાઇ હાર્દિકે ટેલિવિઝન શોમાં આપેલુ નિવેદન કે તમારું ફેમિલી ખુલ્લી વિચારધારાવાળુ છે એ વાત સાચી છે ? એ સવાલના જવાબમાં હિમાંશુભાઇએ કહ્યું હતું કે ‘ આ બાબતે ઘણો વિવાદ થયો છે. હું કશુ બોલવા માગતો નથી. હાર્દિકે માફી માગી લીધી છે એટલે હવે વિવાદ શાંત થઇ જવો જોઇએ’

જ્યારે પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર કિરણમોરેએ પણ એવુ જ કહ્યું હતું કે ‘હાર્દિકને હું સારી રીતે ઓળખુ છું. તે સારો છોકરો છે. તેમનાથી કદાચ ભૂલ થઇ હશે અને તેણે માફી પણ માગી લીધી છે. ભૂલ બધાથી થતી હોય છે અને એ ભૂલની સમજ પડી જાય તો તે વ્યક્તિને માફ કરી દેવો જોઇએ. એક સારા ક્રિકેટરને આ પ્રકારને વિવાદમાં ઢસડવો યોગ્ય નથી’

Read Also

Related posts

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન ફર્યું પરત

pratik shah

જાપાનનાં સમ્રાટ નારૂહીતોએ રાજગાદી સંભાળી, રાષ્ટ્રપતિ પણ રહ્યા હાજર

pratik shah

આઇટીબીપીના 57માં સ્થાપના દિવસ પહેલા ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના ડીજી એસ.એસ.દેસવાલે આપ્યું નિવેદન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!