GSTV
Home » News » પ્રાઇવેટ ફોટોઝે ખોલી નાંખી પોલ, ઉર્વશી નહી આ હસીના પર આવ્યું હાર્દિક પંડ્યાનું દિલ

પ્રાઇવેટ ફોટોઝે ખોલી નાંખી પોલ, ઉર્વશી નહી આ હસીના પર આવ્યું હાર્દિક પંડ્યાનું દિલ

ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્રિકેટ ગ્રાઉન્ડની સાથે સાથે પોતાની લવ લાઇફને કારણે પણ ચર્ચામાં રહે છે. હાર્દિકનું નામ અનેક એક્ટ્રેસીસ સાથે જોડાયુ છે. પાછલા ઘણાં સમયથી એવી ખબરો આવી રહી હતી કે તે ઉર્વશી રૌતેલાને ડેટ કરી રહ્યાં છે. જે બાદ એક્ટ્રેસે સ્પષ્ટતા કરવી પડી હતી તે તેમનું કોઇ અફેર નથી અને તે ફક્ત કામ પર ધ્યાન આપી રહી છે.

હકીકતમાં હાર્દિક પંડ્યા અન્ય એક હસીના સાથે પોતાની લવ લાઇફ આગળ વધારી રહ્યો છે જેનો ખુલાસો તેમની પ્રાઇવેટ તસવીરોથી થયો છે.

એક અહેવાલ અનુસાર, હાર્દિક પંડ્યા આજકાલ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સાથે રિલેશનશિપમાં છે. બંને આજકાલ દુબઇમાં છે અને હોલીડે એન્જોય કરી રહ્યાં છે.હાર્દિક અને નતાશા લાંબા સમયથી દુબઇમાં હોલી ડેનો પ્લાન બનાવી રહ્યા હતાં અને આખરે તેઓ દુબઇ પહોંચ્યા છે અને ક્વોલીટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે.

ઇન્સ્ટાગ્રામ પર નતાશા અને હાર્દિકે દુબઇ હોલીડેની તસવીરો શેર કરી છે. હાર્દિક જ્યાં સમુદ્ર કિનારે ઉભો નજરે આવી રહ્યો છે.

ત્યાં નતાશા સ્વિમિંગ પૂલ પાસે આરામના મૂડમાં છે. જો કે બંનેએ એકબીજાની સાથેની તસવીરો હાલ શેર કરવાનું પસંદ નથી કર્યુ.

હાર્દિકનું નામ ઉર્વશી રતૌલા થી લઇ એલી અબરામ અને ઇશા ગુપ્તા જેવી અભિનેત્રીઓ સાથે ચર્ચાયા છે. હવે તેના જીવનમાં વધુ એક એન્ટ્રી થઇ છે. મોડલ નતાશા સ્તાંકોવિક સાથે તે રોમાન્સકરી રહ્યો હોવાની વાત છે.

હાર્દિક થોડા સમયથી અભિનેત્રી અને મોડલ નતાશા સાથે ડેટ કરી રહ્યો છે. તેણે થોડા દિવસો પહેલા જ નતાશાની મુલાકાત પોતાના પરિવારજનો સાથે કરાવી છે. કહેવાય છેકે, હાર્દિકના પરિવારે હાર્દિક અને નતાશાના સંબંધ પર ખુશી દાખવી છે, અને પોતાની સંમંતિની મહોર મારી દીધી છે. હાર્દિકના માતા-પિતાને નતાશા પસંદ પડી હોવાનું કહેવાય છે. જો વાત સાચી હશે તો હાર્દિકના લગ્નની શરણાઇ જલદીજ સાંભળવા મળશે.

સૂત્રની વાત સાચી માનીએ તો હાર્દિક થોડા સમયથી અભિનેત્રી અને મોડલ નતાશા સાથે ડેટ કરી રહ્યો છે. તેણે થોડા દિવસો પહેલા જ નતાશાની મુલાકાત પોતાના પરિવારજનો સાથે કરાવી છે. કહેવાય છેકે, હાર્દિકના પરિવારે હાર્દિક અને નતાશાના સંબંધ પર ખુશી દાખવી છે, અને પોતાની સંમંતિની મહોર મારી દીધી છે.

હાર્દિકના માતા-પિતાને નતાશા પસંદ પડી હોવાનું કહેવાય છે. જો વાત સાચી હશે તો હાર્દિકના લગ્નની શરણાઇ જલદીજ સાંભળવા મળશે. નતાશા ટચૂકડા પડદાના શો ‘નચ બલિયે’માં જોવા મળી હતી.તેમજ મ્યુઝિક વીડિયોમાં પણ તે નજરે ચડી હતી.

હાલમાં જ હાર્દિકના જન્મદિને નતાશાએ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપી હતી. ” મારા બેસ્ટ ફ્રેન્ડ..સૌથી મજબૂત અને ખૂબસૂરત વ્યક્તિ..આ વરસ રોલર કોસ્ટરની માફક રહ્યું. થોડી સારી અને થોડી ખરાબ વાતો થઇ, પરંતુ તેણે તમને મજબૂત બનાવ્યો. તમે અમારા બધા માટે એક આદર્શ સમાન છો.તમે તમારા માટે જે પણ કર્યું તેના માટે મને ગર્વ છે.”

Read Also

Related posts

શું તમે કેન્ડલ લાઈટ ડિનર પર વારંવાર જાવ છો? તો આ ભોજન બની શકે છે મોતનું કારણ? જાણો કંઈ રીતે

Mansi Patel

ધરતી પરની એક જગ્યા જેના પર કોઈ દેશનો નથી અધિકાર, એક ભારતીય બન્યો હતો આ દેશનો “રાજા”

pratik shah

મંદીના અજગર ભરડા પર રઘુરામરાજન બોલ્યા, ‘વડાપ્રધાનના મંત્રીઓ પાસે કોઈ શક્તિ નથી’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!