ટીમ ઇન્ડિયાનાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઈપીએલની તૈયારીમાં વ્યસ્ત છે.કમરનાં નિચેનાં ભાગમાં ઇજા થવાને કારણે હાર્દિક ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે અને T-20 સીરીઝમાં રમી શક્યો ન હતો.
Gearing up for the @IPL season with @mipaltan. pic.twitter.com/nfdH2s3h6V
— hardik pandya (@hardikpandya7) March 13, 2019
હાર્દિક પંડ્યાએ IPL પહેલા મુંબઈ ઇન્ડિયન્સનો કેમ્પ જોઇન કર્યો હતો. જ્યાં નેટ પ્રેક્ટીસ દરમિયાન તેણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો. આ દરમિયાન તેણે એમ એસ ધોનીનાં ટ્રેડમાર્ક શોટ “હેલિકોપ્ટર શોર્ટ” રમવાનો પ્રયાસ કર્યો.
Guess my inspiration behind this shot? ? ? pic.twitter.com/9mwQ6uNg3g
— hardik pandya (@hardikpandya7) March 14, 2019
હાર્દિક પંડ્યાએ હેલિકોપ્ટર શોર્ટ રમતી વખતે પોતાનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. જેનાં કેપ્શનમાં હાર્દિકે લખ્યું છે કે, જણાવો આ શોર્ટની પાછળ મારી પ્રેરણા કોણ છે? જો કે પંડ્યાનો ઇશારો ધની તરફ હતો .
મહત્વનું છે કે વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટું હથિયાર છે. હાર્દિક પંડ્યા જો ક્રિઝ પર હોય તે વિરોધી બોલરોની ધોલાઈ કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી.
25 વર્ષનાં પંડ્યા નિચલા ક્રમમાં તોફાની બેટીંગ કરવાની સાથે સારા એવા બોલર પણ છે.નીચલા ક્રમમાં હાર્દિક પંડ્યા પોતાની નાની પરંતુ ધુંઆધાર પારી વડે કોઈ પણ મેચમાં બાજી પલટી શકે છે.
ભારતનાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાનાં ઇટરનેશનલ કરિઅરમાં અત્યાર સુધી 67 છગ્ગા ફટકાર્યા છે. હાર્દિક જેવો ઓલરાઉન્ડર ભારત માટે વર્લ્ડ કપમાં ખુબ જ દમદાર પ્લેયર છે.
જો કે પંડ્યાનાં હેલિકોપ્ટર શોર્ટ બાદ સોશ્યલ મીડિયામાં લોકોએ તેને ટ્રોલ કર્યો છે.
એક યુઝરે લખ્યું છે કે,IPLનો પૈસા મળતા જ ભાઈનો દુખાવો ખતમ થઈ ગયો. દેશ માટે રમવું હોય તો નાટક કરે છે.
READ ALSO
- પશુપાલકો આનંદો/ રાજકોટ ડેરીએ સતત પાંચમી વખત કિલો ફેટના ભાવ વધાર્યા, પ્રતિ લિટર રૂ।. 50થી 62 રૂપિયા કર્યા
- નવો નિયમ/ કર્મચારીઓની બલ્લે-બલ્લે! હવે 1 વર્ષની નોકરી પર પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે આપી જાણકારી
- સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો
- કોમર્સમાં કકળાટ યથાવતઃ કોલેજ દીઠ ખાલી બેઠકો જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ હેરાન, ત્રણ રાઉન્ડ બાદ પણ ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી
- ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ