હાર્દિક પંડ્યાને તો જલ્સા છે, બાકી આ જ રીતે 82 વર્ષ પહેલા બનેલી ઘટના વખતે ખેલાડીને ઘરભેગો કરી દીધો હતો

અત્યાર સુધીમાં તમે કોફી વિથ કરણના સેટ પર હાર્દિક પંડ્યાએ આપેલા નિવેદનો સાંભળી જ લીધા હશે. આ કિસ્સામાં એડમિનિસ્ટ્રેટર્સની બીસીસીઆઈ કમિટીએ (સીએએ) પંડ્યા અને કેએલ રાહુલને નોટિસ આપી છે. બંનેને સૂચના આપવામાં આવી છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટીમમાં નહીમં રમી શકે. આનો અર્થ એ થયો કે બે ઑસ્ટ્રેલિયાની સામે શ્રેણીમાં નહીં રમી શકે.

આ ઉપરાંત ન્યૂઝિલેન્ડ સામે પણ કદાચ નહીં રમી શકે. ઑસ્ટ્રેલિયા સામેની ટીમની જાહેરાતમાં બંને ખેલાડીઓના નામ હતા, પરંતુ શોમાં આપવામાં આવેલા અનૈતિક નિવેદનોને લીધે બંનેને બહાર જવું પડ્યું. કોઈ પણ ખેલાડીને આ રીતે કાઢી નાખ્યાં હોય એવી આ બીજી ઘટના છે. તે પણ સમગ્ર ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં. આ 1936માં પ્રથમ વખત બન્યું. એટલે કે 82 વર્ષ પહેલાં.

છેલ્લી વાર જ્યારે આવું બન્યું ત્યારે દોષિત લાલા અમરનાથ હતા. પ્રથમ વર્ગની રમત દરમિયાન વિવાદના કારણે ત્યારનાં કેપ્ટન મહારાજા વિજયનગરમે લાલાને ભારત મોકલી દીધા હતા. લાલા અમરનાથના નાના પુત્ર રાજિન્દર અમરનાથે આ ઘટનાનો ઉલ્લેખ તેમણે લખેલી પુસ્તક લાલા અમરનાથ: લાઇફ એન્ડ ટાઇમ્સમાં કર્યો છે. રાજિન્દરએ કહ્યું કે પીઠનો દુખાવો હોવા છતા અમરનાથને આરામ ન કરવા દેવામાં આવ્યો. તે પીડામાં હતો, પરંતુ મેચમાં કેપ્ટને તેને પેડ પહેરવાનું કહ્યું અને પછી સાંજ સુધી તેને રમવા માટે રાહ જોવડાવી. મોટાભાગના બેટ્સમેનોએ તેમની પહેલા બેટિંગ કરી લીઘી હતી.

લાલાની ઇનિંગ સાંજે આવી અને રમતની ફક્ત 10 મિનિટ જ બાકી રહી હતી. જ્યારે અમરનાથ દિવસની રમત પૂરી કરીને પાછા ફર્યા, ત્યારે તે ગુસ્સામાં હતા. બૅટને ગુસ્સામાં ફેંકી દીધો અને પંજાબીમાં કંઈક બડબડ કરવાનું ચાલૂ કરી દીધુ. આ પછી કેપ્ટને તેમને પાછો મોકલી દીધો. રાજિન્દરના જણાવ્યા પ્રમાણે, તે સમયે તે ટીમ મેનેજમેન્ટ અને રાજકારણનો શિકાર બન્યો હતો, જેના કારણે તેને પ્રવાસના મધ્યમાં જ પરત ભારત મોકલવામાં આવ્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter