GSTV

ભારતીય નથી હાર્દિક પંડ્યાની મંગેતર નતાશા, આ ગીતોમાં હૉટ અંદાજથી મચાવી ચુકી છે સનસની

Last Updated on January 2, 2020 by Bansari

એક્ટ્રેસ, એક્સ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ નતાશા સ્તાંકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યાના રિલેશનશિપને લઇને હવે કોઇ ક્યાસ લગાવવામાં નહી આવે કારણ કે બંને એકબીજા સાથે સગાઇ કરી લીધી છે. પહેલા પણ ખબરો આવી રહી હતી કે હાર્દિક પંડ્યા અને નતાશા એકબીજાને ડેટ કરી રહ્યાં છે પરંતુ હવે હાર્દિકે પાણી વચ્ચે બોટમાં નતાશાન રિંગ પહેરાવી છે. હાર્દિક પંડ્યાના ક્રિકેટ વિશે તો તમે ઘણુ જાણતા જ હશો પરંતુ તેની આ મંગેતર કોણ છે ચાલો તમને જણાવીએ…

નતાશા એક ડાન્સર, મોડલ અને એક્ટ્રેસ છે, જે બોલીવુડ ફિલ્મોમાં પહેલીવાર પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’માં નજરે આવી હતી. તે બાદ ટીવી જગતના સૌથી ચર્ચિત કાર્યક્રમ બિગ બૉસની આઠમી સીઝનમાં આવ્યા બાદ નતાશા ચર્ચામાં આવી અને તે સીઝનમાં તે આશરે 1 મહિના સુધી ઘરમાં રહી હતી. નતાશા પોતાના ડાન્સ નંબર્સ માટે જાણીતી છે.

ભારતીય નથી નતાશા

હકીકતમાં હાર્દિક પંડ્યાનુ દિલ જેના પર આવ્યુ છે, તે સર્બિયાની રહેવાસી છે અને તે 2012માં એક્ટિંગમાં પોતાનુ કરિયર બનાવવા માટે ભારત આવી હતી. તે બાદ તેણે ઘણી એડમા કામ કર્યુ અને 2013માં પહેલીવાર બોલીવુડમા પદાર્પણ કર્યુ. તે બાદ નતાશા ઘણાં ગીતોમા ડાન્સ કરતી નજરે આવી. તેનુ બાદશાહ સાથેનુ ગીત ‘ડીજે વાલે બાબુ’ ઘણુ ફેમસ થયુ હતુ.

ફિલ્મોની વાત કરીએ તો નતાશા સત્યાગ્રહ, એક્શન જેક્સન, 7 આર્સ ટુ ગો, ઝીરોમાં નજરે આવી હતી. આ ઉપરાંત નતાશા બિગ બૉસ-8 અને નચ બલિયે-9માં જોવા મળી હતી. નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને ઇનસ્ટાગ્રામ પર સતત પોતાની તસવીરો શેર કરતી રહે છે.

નતાશાએ હાર્દિક પંડ્યા સાથે સગાઇ કર્યા બાદ એક વીડિયો અને ઘણી તસવીરો શેર કરી છે. સાથે જ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તે દરમિયાનના અનેક વીડિયો શેર કર્યા છે. એક વીડિયોમાં હાર્દિક પંડ્યા ગીત ગાતો નજરે આવી રહ્યો છે.

Read Also

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!