GSTV

કોરોના કહેર વચ્ચે હાર્દિક પંડ્યાએ આ રીતે ઉજવ્યો ભાઈનો બર્થ-ડે, ફોટો શેર કરી આપી શુભકામના

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના ભાઈ કૃણાલ પંડ્યાનો 29 મો બર્થ ડે ઉજવ્યો હતો. જેમાં કોરોના વાયરસની દહેશતને કારણે બંને ભાઈ ખૂબ જ મસ્તી કરતા નજર આવી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોતાના મોટા ભાઈ કૃણાલ પંડ્યાની સાથે એક ફોટો શેર કર્યો છે. જેમાં હાર્દિકે એક જોરદાર કેપ્શન લખ્યુ છે.

હાર્દિકે શેર કરી પોસ્ટ

હાર્દિકે લખ્યુ કે, જન્મદિવસની શુભકામનાઓ ભાઈ, આ આઈસોલેશન પીરિયડમાં આપણે એકબીજાનુ સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છીએ. તે માટે તમારા માટે ઈનવિજિબલ ઝીરો કેલેરી કેકની ગીફ્ટ, ખૂબ ખૂબ પ્રેમ. ઉલ્લેખનીય છે કે, આ ફોટોમાં હાર્દિક પંડ્યા પોતાના ભાઈ કૃણાલ પંડ્યાને કેક ખવડાવવાનુ નાટક કરતા જોવા મળી રહ્યા છે. હાર્દિકની આ પોસ્ટ પર લોકો ખૂબ જ કમેન્ટ પણ કરી રહ્યા છે.

બંને ભાઈ ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમે છે

જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંને ભારત માટે ક્રિકેટ રમી રહ્યા છે. IPL માં આ બંને ભાઈ મુંબઈ ઈન્ડિયન્સમાથી રમી રહ્યા છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરી શક્યા નથી

કોરોના વાયરસના કારણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની વન-ડે સીરિઝ રદ થઈ ગઈ છે અને IPL ના આયોજન પર પણ શંકા વર્તાઈ રહી છે, પરંતુ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સ આ મુશ્કેલ સમયમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. પંડ્યા દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ વન-ડે રદ થવાની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરી શક્યા નથી.

READ ALSO

Related posts

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ફરજ દરમિયાન કોરના વાયરસથી મોત થાય તો આ સહાય કરાશે

pratik shah

કોરોનાનો સૌરાષ્ટ્રમાં પગપેસરો, મોરબી અને જામનગરમાં 1-1 કેસ નોંધાતા તંત્ર હરકતમાં

Ankita Trada

Video: લૉકડાઉનના કારણે અહીં ફસાયો છે સલમાન ખાન, ત્રણ અઠવાડિયાથી દૂર છે પરિવારથી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!